કુદરતી આફત:કચ્છ, મિઝોરમ અને કારગિલમાં 4.6 તીવ્રતાનો ભૂકંપ

ભૂજ/આઈઝોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કચ્છમાં રવિવારે સાંજે 5:11 વાગ્યે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર ભરૂચથી 14 કિમી દૂર હતું. અગાઉ 1:50 વાગ્યાથી 4:32 વાગ્યા સુધીમાં ચાર સામાન્ય આંચકા પણ આવ્યા હતા. પૂર્વોત્તરના મિઝોરમમાં રવિવારે સાંજે 5:26 વાગ્યે એક ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.6 મપાઈ હતી. 

રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર મિઝોરમના ચમ્ફાઈથી 25 કિમી દક્ષિણ-પશ્ચિમ તરફ હતું. હાલ કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યાં નથી. જ્યારે લદ્દાખના કારગિલમાં સવારે 3:37 વાગ્યે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તેના પછી બપોરે લગભગ એટલી જ તાકાતનો વધુ એક આંચકો અનુભવાયો હતો. 

ભૂકંપનો સિલસિલો
મિઝોરમમાં ગત અમુક મહિનામાં પણ લગભગ ડઝનેક ભૂકંપ આવી ચૂક્યા છે. ગત 3 મહિનામાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, નોઈડા, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં કુલ મિલાવીને લગભગ 50 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...