તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નામાંકનનો છેલ્લો દિવસ:પંચાયત-પાલિકા માટે એક જ દિવસમાં 456 ફોર્મ ભરાયાં

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે નામાંકનનો છેલ્લો દિવસ હોતાં તાલુકા મથકોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારોનો ભારે ધસારો થશે
 • ઉમેદવારીપત્રોનો આંક 550 પર પહોંચ્યો
 • કોંગ્રેસે 267, ભાજપે 98, આપે 44 તેમજ 47 અન્યએ ઉમેદવારી રજૂ કરી

જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકાઓની ચૂંટણી માટે આજે શનિવારે ફોર્મ અંતિમ દિન હોતાં તાલુકા મથકોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ ભારે ધસારો થશે તે પહેલાં શુક્રવારે સૌથી વધુ કોંગ્રેસે 267, ભાજપે 98, આમ આદમી પાર્ટીએ 44 તેમજ 47 અન્યની મળીને 456 ફોર્મ ભરાયાં હતાં. સુધરાઇઓ માટે 134, તા. પં.ની બેઠકો માટે 273 અને જિલ્લા પંચાયત સીટ પર 49 નામાંકન પત્ર સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.

જિલ્લા પંચાયત માટે 49 ઉમેદવારી પત્ર રજૂ થયાં
ગુરૂવારે જિલ્લા પંચાયતની 7 બેઠકો પર ખાતું ખુલ્યૂં હતું જેના માટે 11 ફોર્મ ભરાયા હતા. બીજા દિવસે સૌથી વધુ કોંગ્રેસે 40, ભાજપે 7 તેમજ અન્યના 2 મળીને 49 ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા. આજે અંતિમ દિન હોતાં ભાજપના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટેે ધસારો રહેશે.

તાલુકા પંચાયતમાં 273 નામાંકન પત્ર ભરાયા
કચ્છની 10 તાલુકા પંચાયત માટે શુક્રવારે 273 નામાંકન પત્ર ભરાયા હતા જેમાં 201 ફોર્મ સાથે કોંગ્રેસ મોખરે રહી હતી જ્યારે ભાજપના રાપરમાં સૌથી વધુ 20 સાથે 40 ફોર્મ ભરાયા હતા. અપક્ષ સહિતના 32 અન્યોએ પણ અલગ અલગ બેઠકો પર દાવેદારી કરી હતી.

માંડવી સુધરાઇ માટે કોઇએ ફોર્મ ન ભર્યું
પાંચ પૈકીની માંડવી પાલિકાની ચૂંટણી માટે કોઇએ ફોર્મ રજૂ કર્યું ન હતું જ્યારે અંજારમાં 28, ભુજ માટે 27, ગાંધીધામમાં 54, મુન્દ્રા સુધરાઇ માટે 25 મળી 134 ફોર્મ ભરાયા હતા જે પૈકી ભાજપના 18, કોંગ્રેસના 59, આપના 44 તેમજ 13 અન્યએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતાં.

મુન્દ્રામાં કોંગ્રેસ યાદી જાહેર કરે તે પહેલાં ઉમેદવારી પત્ર રજૂ
મુન્દ્રામાં સત્તાવાર યાદી જાહેર થયા પહેલા કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયત માટે 33 અને જિલ્લા પંચાયતના 5 મળી કુલ્લ 38 ફોર્મ ભરાયા હતા.પક્ષ તરફથી કાયદેસર મેન્ડેટ અપાયા બાદ અન્ય દાવેદારોએ ફોર્મ પાછું ખેંચી લેવાની નીતિ અપનાવી હોવાનું સપાટીએ તરી આવ્યું હતું.

રાપરમાં કોંગ્રેસના ઉમેદવારોની પાછીપાની
રાપરમાં ભાજપ દ્વ્રારા જિલ્લા પંચાયતની ચાર સીટો માટે દાવેદારી કરાઈ હતી તો તાલુકા પંચાયત માટે 14 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પાછી પાની કરતા નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં ટેકેદારો ઊમટતા સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ સરકારી કચેરીઓમાં ધજાગરા ઊડ્યા હતા.

લખપત તા.પં. માટે કોંગ્રેસ અગ્રેસર
શુક્રવારે લખપત તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ્લ 31 ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસે સૌથી વધુ 18 ઉમેદાવારી પત્રો ભર્યા હતા. ભાજપના 8 જ્યારે આપમાંથી 4ની દાવેદારી નોંધાઇ હતી. લાખાપર બેઠક પરથી એક અપક્ષે ફોર્મ ભર્યું હતું. જિલ્લા પંચાયતની પાન્ધ્રો સીટ પર ભાજપ વતી ઉમેદવારીપત્ર રજૂ કરાયું હતું.

અંજાર પાલિકામાં અપક્ષે ખાતું ખોાલવ્યું
અંજાર પાલિકા ચૂંટણી પહેલા નામો કોણ જાહેર કરે તે માટે હોડ જામી હતી અને પક્ષ અને વિપક્ષના સભ્યો ઉમેદવારીપત્ર ભરવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અપક્ષ ઉમેદવારે પહેલુ ફોર્મ ભરી આતું ખોલાવ્યું હતું. વોર્ડ નં. 7 માટે અપક્ષ ઉમેદવાર તરીકે નિલેશભાઈ પ્રભુલાલ ઠક્કર (કોઠારી)એ સવારે સૌ પ્રથમ ઉમેદવારી નોંધાવી હતી.

ભચાઉમાં પંચાયતો માટે 19 ફોર્મ ભરાયા
ભચાઉ તાલુકા પંચાયત માટે 14 અને જિલ્લા પંચાયત માટે 5 ફોર્મ ભરાયા હતા. તાલુકા પંચાયતની લાકડિયા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે દાવેદારી રજૂ કરી હતી. આજે શનિવારે ભાજપ દ્વારા સદ્દભાવના ગ્રાઉન્ડમાં સભા યોજ્યા બાદ ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ જાણવા મળ્યું હતું.

ભાજપથી નારાજ ગાગોદરના અગ્રણી અપક્ષનું ફોર્મ ભરશે
રાપર તાલુકાની ગાગોદર બેઠક પર ટિકિટ ન મળતાં ભાજપથી નારાજ ધારાભાઇ ભરવાડે ભાજપના જિલ્લા અધ્યક્ષને પાઠવેલા પત્રમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી પક્ષને સમર્પિત રહ્યા હતા તેમ છતાં પસંદગી ન થતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે

​​​​​​​નખત્રાણામાં ટિકિટ કપાયાનો કચવાટ
નખત્રાણામા મામલતદાર કચેરીએ અંતિમ દિન પહેલાં 17 ફોર્મ રજુ થયા હતા જ્યારે 12 ઉમેદાવરી પત્રો ઉપડયા હતા. આજે શનિવારે ભાજપ અને કોંગ્રેસના બાકી દાવેદારોના નામાંકન પત્રો રજૂ કરાશે. તાલુકામાં ક્યાંક ટિકિટ કપાતા કાર્યકરોમા નારાજગી જોવા મળી હતી. આ પૂર્વે રબારી સમાજમાં પણ અસંતોષ ફેલાયો હતો.

ઉત્સાહના અતિરેકમાં કોરોના ન ભૂલાય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જિલ્લાભરમાં રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. આજે શનિવારે નામાંકન રજૂ કરવાનો અંતિમ દિન હોતાં પક્ષના કાર્યાલયો અને ફોર્મ ભરવાના છે એ કચેરીઓમાં ભીડ થશે જે દરમિયાન સમાજિક અંતર જાળવીને કોરોના પ્રત્યે સાવચેતી દાખવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો