તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષક વન:પ્રથમ 20 મહિનામાં 4.5 લાખ મુલાકાતીઓ-કોરોના કાળના 15 મહિનામાં 0

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 એકરમાં પથરાયેલો આ પાર્ક લોક ડાઉન દરમિયાન પણ રહ્યો છે હરિયાળો
  • શહેરના સિનેમા, મોલ ખુલી ગયા છે, પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય
  • લોકોને માનસિક સ્વસ્થતા માટે પણ રક્ષક વન ખોલવું જોઈએ તેવો અભિપ્રાય

જંગલ ખાતું સામાન્ય રીતે રખાલ, જંગલ પ્રદેશ કે ઉજ્જડ વિસ્તાર હરિયાળો બનાવવાના પ્રોજેક્ટ હાથ પર ધરે છે. ભુજની ઉત્તરે રૂદ્રમાતા નદીના કિનારે 2018 માં માત્ર ચાર મહિનામાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 25 એકરમાં રક્ષક વન બનાવી લીધું. જુલાઈ-2018 થી 23 માર્ચ 2020 સુધી વીસ મહિનામાં આ સ્થળે સાડા ચાર લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા.

જ્યારે ત્યારબાદ દેશમાં લોક ડાઉન જાહેર થતાં તમામ સરકારી બગીચા, મ્યુઝિયમ, વગેરે બંધ થતાં આ રક્ષક વન પણ બંધ કરાયો. ત્યારથી આજ સુધી વિશાળ વિસ્તારમાં ફેલાયેલો અને જો નિયમાનુસાર લોકોને પ્રવેશ આપે તો સોશીયલ ડિસ્ટન્સ આસાનીથી જાળવી શકાય તેવી જગ્યા હવે ખોલવી જોઈએ તેવી લાગણી લોકોમાં જોવા મળી હતી. રક્ષક વનને પંદર મહિનાથી તાળા લાગી ગયા છે.

અલબત્ત, વાર્ષિક પંદર લાખની ગ્રાન્ટ ફાળવી યોગ્ય જાળવણી કરાઈ છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક સાદિકભાઈ મુંજાવારે જણાવ્યું હતું કે, જાળવણી માટે હજી વધુ રકમ ફાળવવામાં આવે તો થોડા અન્ય કામગીરી કરવાની છે તે પણ થઈ શકે. લોકોના પ્રવેશ માટે ઉપરથી હુકમ આવ્યે અમે ખોલી શકીએ.

કચ્છના હવામાન મુજબ અતિશય ગરમી અને ઠંડીમાં એક્રેલીકમાંથી બનેલા સ્ટેચ્યુ ખરાબ થતા ફરીથી સમારકામ માંગે છે
કચ્છના હવામાન મુજબ અતિશય ગરમી અને ઠંડીમાં એક્રેલીકમાંથી બનેલા સ્ટેચ્યુ ખરાબ થતા ફરીથી સમારકામ માંગે છે

કાફેટેરીયા, સ્ટોલ અને એમ્યુઝમેન્ટ રાઇડ જરૂરી
2019 માં પ્રવાસન ઋતુમાં જ્યાં પ્રવાસીઓની ભીડ એટલી થતી કે રોડ પર બે બે કિલોમીટર સુધી લાઈન લાગતી,અને લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજે જ્યારે તે બંધ છે, તે દરમિયાન કાફેટેરીયા, સ્ટોલ અને એમ્યુઝમેન્ટ ઇકવિપમેન્ટ જેવી સગવડો વધારવી જોઈએ. જેથી આવનાર પ્રવાસીને તકલીફ ન પડે અને વધુ આનંદ લઇ શકે.

અન્ય સમાચારો પણ છે...