મેઘાની બેટિંગ:સપ્ટેમ્બરના 14 દિવસમાં જ સિઝનનો 42 ટકા વરસાદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુલાઈ સુધી 31 ટકા વરસાદ બાદ ઓગસ્ટ રહ્યો હતો કોરો : ચાલુ મોસમમાં કુલ 75 ટકા વરસાદ થયો
  • પાછોતરા વરસાદથી આશાનો સંચાર,જિલ્લામાં નવેમ્બર સુધી હોય છે ચોમાસાની ઋતુ : એવરેજ કરતા હજુ પણ 4 ઇંચ વરસાદ ઓછો

કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ અનિયમિત રહ્યો છે કારણકે અષાઢી બીજના શુકન થયા બાદ આખો મહિનો કોરો ગયો હતો,તો શ્રાવણમાં પણ ઝરમર સિવાય વરસાદ પડ્યો નથી જેથી જિલ્લામાં મેઘો ખેંચાઈ જતા માલધારીઓ દ્વારા હિજરત શરૂ કરી દેવાઈ હતી ખેડૂતોએ પણ પાક નુક્શાનીની ભીતિ વ્યક્ત કરી હતી. આ વેળાએ જ ભાદરવાના ભુસાકાની જેમ કચ્છમાં પાછોતરો વરસાદ પડ્યો જેના કારણે નવી આશાનો સંચાર થયો છે.મહત્વની બાબત એ છે કે,ચાલુ વરસાદી સીઝનમાં જુલાઈ મહિના સુધી જિલ્લામાં માત્ર 31 ટકા જ વરસાદ નોંધાયો હતો

જે બાદ ઓગસ્ટ મહિનો કોરોધાકડ રહ્યો હતો, જોકે, અંતિમ દિવસોમાં છ એમએમ જેટલો એટલે માત્ર એક ટકા જેટલો નજીવો વરસાદ આ જિલ્લામાં પડ્યો હતો. પરંતુ ભાદરવાના આરંભ સાથે જિલ્લામાં મેઘાની ઇનિંગ શરૂ થઈ જેના કારણે સપ્ટેમ્બરના 14 દિવસમાં કચ્છમાં સિઝનનો 44 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે કચ્છમાં છેલ્લા 20 વર્ષની વરસાદની એવરેજ 442 એમ.એમ.છે જેની સામે ચાલુ સીઝનમાં અત્યારસુધી 332 એમ.એમ.વરસાદ પડી ચુક્યો છે હજી પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવાથી વધુ વરસાદની આશા જીવંત છે.

પાણી ઝંખતા આ જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતો અને માલધારીઓ સહિત સૌ કોઈને નવી આશાનો સંચાર થયો છે જિલ્લામાં બદલાયેલી મોસમ પેટર્ન પ્રમાણે નવેમ્બર સુધી ચોમાસાની ઋતુ રહેતી હોય છે.જિલ્લા વાસીઓએ સારા વરસાદની વ્યક્ત કરેલી આશા અંતે ફળી છે જોકે હજી પણ વરસાદની ઝંખના કરવામાં આવી રહી છે.

વર્ષ અને માસ પ્રમાણે છેલ્લા સાત વર્ષમાં પડેલો વરસાદ (મીમી)

માસ2015201620172018201920202021
જુન34(8.86%)12(3%)75(18.58%)4(1)25(6.27%)107(26.05%)56(12.62%)
જુલાઇ429(110%)45(11%)262(65.42%)42(10.7%)117(29.18%)261(63.36%)84(18.99%)
અોગસ્ટ6(2%)199(51%)95(24%)62(14.76%)317(79%)684(165%)06(1.35%)
સપ્ટેમ્બર58(15%)6(1%)32(7.96%)3(0.67%)235(59%)69(17%)186(42.67%)
અોક્ટોબર4(1%)45(12%)0(0%)0(0%)24(6%)41(16%)-
કુલ531(137%)307(78%)464(115%)111(26%)746(186%)1162(282%)332(75.02%

કચ્છમાં અત્યાર સુધી વરસાદનું ચિત્ર

તાલુકોસરેરાશપડેલો વરસાદટકા
અબડાસા40225663.62
અંજાર474526111
ભચાઉ46634774.39
ભુજ39437896.01
ગાંધીધામ42434681.6
લખપત35714841.48
માંડવી47432568.55
મુન્દ્રા51137172.66
નખત્રાણા43333677.61
રાપર49028558.18
કુલ44233275.02

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...