તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂકંપ:પૂર્વ કચ્છમાં 4.2 રિકટર સ્કેલનો આંચકો, ભચાઉ, ગાંધીધામ અને દૂધઈ પંથકમાં ધરા ધ્રુજી ઉઠી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉથી 11 કિમી વાયવ્ય દિશા તરફ કેંદ્ર બિંદુ નોંધાયું

કચ્છ જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં 4.2 તીવ્રતાનો જોરદાર આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું છે.

કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શુક્રવાર મધ્યાહને 3.45 કલાકે 4.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ , ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધુજી ઊઠી હતી.

કચ્છમાં અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે તેના વચ્ચે પૂર્વ કચ્છમાં આજે આવેલા આંચકાથી લોકો ગભરાઈ ઉઠ્યા હતા. અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારની બજારો અને ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકો સફાળા બેઠા થઈ ગયા હતા. અને ભારે ઝણઝણાટી થતા બહાર તરફ દોડ્યા હતા. આંચકના પગલે હજુ સુધી કોઈ જગ્યાએથી નુક્શાનીના હેવાલ સાંપડ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...