શીતલહેર:નલિયામાં 4.2 ડીગ્રી : કચ્છના અમુક સ્થળે હજુ 5 દિવસ શીતલહેર રહેશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સમી સાંજે ઠંડીમાં સુમસામ બનેલા માધાપરના આકાશમાં અાંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ધુંમાડાના પટ્ટાએ આવું દૃશ્ય સર્જયો હતો. - Divya Bhaskar
સમી સાંજે ઠંડીમાં સુમસામ બનેલા માધાપરના આકાશમાં અાંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ધુંમાડાના પટ્ટાએ આવું દૃશ્ય સર્જયો હતો.
 • કંડલા (એ) 9.6 ડિગ્રી અને ભુજ 10 ડિગ્રી સાથે ત્રીજા-ચોથા ક્રમે

કચ્છમાં ચાલી રહેલું તીવ્ર ઠંડીનું મોજું આગામી 5 દિવસ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. બીજી બાજુ રવિવારે પણ નલિયા 4ઇ3 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક બની રહ્યુ઼ હતું. તો કંડલા એરપોર્ટ 9.6 ડીગ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. ભુજમાં લઘુતમ તાપમાન 10ડીગ્રી નોંધાયું હતું. પરિણામે અબડાસા તેમજ અંજાર, ગાંધીધામ વિસ્તારમાં ભારે ટાઢોડું અનુભવાયું હતું જ્યારે જિલ્લા મથકે દિવસ સામાન્ય રહ્યો હતો પરંતુ રાત્રે અને ખાસ તો પરોઢીયે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કંડલા પોર્ટમાં 13.1 ડીગ્રી ઠંડી નોંધાઇ હતી.

કચ્છમાં કોલ્ડ વેવના કારણે રણકાંધીના વિસ્તારોમાં પણ ભારે ઠંડી વર્તાઇ હતી. હવામાન વિભાગ અનુસાર આવતા 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે તેમજ તે પછીના ત્રણ દિવસ પછી પણ કચ્છના નલિયા જેવા અમુક વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડશે.રવિવારે ગ્રામ પંચાયતની ચુંટણી હોવાથી રણ નજીકના સીમાવર્તી ગામોમાં સવારે તીવ્ર ઠંડી હોવા છતાં લોકો મતદાન માટે વીંટી ઘુંટીને નીકળ્યા હતા.

ગુજરાતના ઠંડા મથકો

 • નલિયા 4.2
 • ડીસા 7.8
 • કંડલા (એ) 9.6
 • ભુજ 10.0
 • અમદાવાદ 11.2
 • રાજકોટ 11.2
 • સુરેન્દ્રનગર 11.2
 • વડોદરા 11.6
 • વ.વિદ્યાનગર 12.0
 • કેશોદ 12.2
 • કંડલા પોર્ટ 13.1
 • મહુવા 14.3
અન્ય સમાચારો પણ છે...