તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:અંજાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અન્વયે 42 કરોડ ફાળવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 46 ગામો, 5 પરાને યોજનાનો મળશે લાભ

અંજાર સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ 42 કરોડ ફાળવાતાં તાલુકાના 46 ગામો અને 5 પરાને લાભ મળશે. અંજાર તાલુકામાં હાલે 13.00 એમએલડી પાણીની જરૂરિયાત છે અને ભવિષ્યની 18.00 એમએલડીની જરૂરિયાતને ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.42,01,05,954 ની રકમ ફાળવાઇ છે.

આ યોજના અન્વયે (1) સબ હેડવર્કસ તેમજ ગામો ખાતે આરસીસી અન્ડર ગ્રાઉન્ડ સંપ માટે 7,53,01,300, (2) સબ હેડવર્કસ ખાતે આરસીસી પંપહાઉસ માટે 85,27,900, (3) સબ હેડવર્કસમાં પંપીંગ મશીનરી માટે રૂ.1,19,75,000, (4) જુદા-જુદા વ્યાસના ડી.આઇ તેમજ પીવીસી પાઇપલાઇનનું કામ રૂ.27,28,18,300, (5) હેડવર્કસ તેમજ સબ હેડવર્કસ ખાતે વિજળીકરણ માટે રૂ.15,00,000, (6) જમીન સંપાદન 3 સબ હેડવર્કસ માટે રૂ.40 લાખ (7) પાક વળતર માટે રૂ.25 લાખ (8) સબ હેડવર્કસ ખાતે આર.સી.સી કમ્પાઉન્ડ વોલ માટે રૂ.79,02,000, (9) હયાત પાઇપલાઇનનું ટેસ્ટીંગ તથા કમીશનીંગ માટે રૂ.65,72,400, (10) જલસેવાનગર ખાતે કવાર્ટર તથા ગેસ્ટહાઉસ તોડી રીનોવેશનનું કામ રૂ.1,10,30,800 અને (11) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.1,79,78,254 ફાળવાયા છે. તાલુકાના અંબાપર, અમરાપર, ભાદરોઇ, ભાલોટ, ચંદિયા, ચાન્દ્રાણી, ચાન્દ્રોડા, દેવીસર, નવી દુધઇ, જૂની દુધઇ, હિરાપર, જગતપર, જરૂ, ખંભરા, ખારોડ, મોટી ખેડોઇ, નાની ખેડોઇ, ખેંગારપર, ખિરસરા, ખોખરા, કોટડા, કુંભારિયા, લોહારિયા મોટા, મખિયાણ, મરીંગણા, મથડા, મિંદિયાળા, મોડસર, નાગલપર મોટી, નાગલપર નાની, નગા વલાડિયા, નવાગામ, નિંગાળ, પાંતિયા, રાપર, રતનાલ, સતાપર, સિનોગ્રા, વાડા, વલાડિયા બીટ્ટા(પૂર્વ), વલાડિયા બીટ્ટા(પશ્ચિમ), વીરા, લાખપર, સાપેડા, સુગારિયા, ભુવડ સહિતના ગામો તેમજ ગુલામવાંઢ, હાલેપોત્રા વાંઢ, મોવાર વાંઢ, રહીમ વાંઢ, ઉમર વાંઢને યોજનાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...