અગનવર્ષા:ભુજમાં 41.6 ડિગ્રીએ ફરી અગનવર્ષા, જિલ્લામાં કાલથી બે દિવસ હીટવેવ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છનું પાટનગર રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ મથક

અગનગોળામાં શેકાયેલા જિલ્લા મથક ભુજમાં ફરી અગનવર્ષા શરૂ થઇ ગઇ છે અને 41.6 ડિગ્રી સે. મહત્તમ તાપમાન સાથે ભુજ રાજ્યનું સાૈથી ગરમ મથક બની રહ્યું હતું. વધુમાં શનિવારથી બે દિવસ જિલ્લામાં હિટવેટની અાગાહી પણ કરાઇ છે. ઉનાળાની શરૂઅાત સાથે જ સૂર્યનારાયણ જાણે જિલ્લા મથક ભુજમાં રોકાયા હોય તેમ પ્રખર તાપમાં શહેરીજનો શકાયા હતા. ત્યારબાદના દિવસોમાં જિલ્લાના કંડલા અેરપોર્ટ પર તાપમાનનો પારો ઉંચકાતાં ગાંધીધામ, અંજાર અને અાદિપુર સહિતના શહેરી વિસ્તારો તેમજ ગળપાદર, મેઘપર બોરચી વિસ્તાર અગનભઠ્ઠીમાં શેકાયો હતો.

છેલ્લા 3-4 િદવસથી મહત્તમ તાપમાનનો પારો નીચે સરકતાં અને પવનની ઝડપ વધતાં લોકોને બળબળતા તાપમાંથી અાંશિક રાહત થઇ હતી. જો કે, ગુરૂવારથી ફરી ભુજમાં અગનવર્ષા શરૂ થઇ હતી અને 41.6 ડિગ્રી સે. મહત્તમ તાપમાન સાથે જિલ્લા મથક ભુજ રાજ્યના ગરમ મથકોમાં અમદાવાદ 42.2 ડિગ્રી સે. બાદ બીજા નંબરે રહ્યું હતું.

હવામાન વિભાગના કહેવા મુજબ કચ્છમાં શનિવારથી મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સે. ઉંચકાશે અને શનિ તથા રવિવાર અેમ બે દિવસ જિલ્લામાં હિટવેવની પણ શક્યતા દર્શાવાઇ છે. ગુરૂવારના ભુજમાં મહત્તમ 41.6 ડિગ્રી સે., લઘુત્તમ 23 ડિગ્રી સે., કંડલા અેરપોર્ટ અધિકત્તમ 38.8 ડિગ્રી સે., ન્યૂનત્તમ 23.2 ડિગ્રી સે., કંડલા પોર્ટ મહત્તમ 38.3 ડિગ્રી સે., લઘુત્તમ 23.6 ડિગ્રી સે. અને નલિયામાં મહત્તમ 35 ડિગ્રી સે. અને લઘુત્તમ 21.4 ડિગ્રી સે. તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...