તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કચ્છના સામખીયાળી પાસેથી કતલખાને લઈ જવાતા 41 પશુઓને મુક્ત કરાવાયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 41 અબોલ પશુઓને ભરીને જતા ટ્રક ચાલકની અટકાયત

લાકડિયા ખાતે જીવદયાનું કાર્ય કરતી અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા સામખિયાળી ધોરીમાર્ગ પરથી કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવવાની કામગીરી થતી રહે છે. તેમાં ગત રાત્રે પણ 41 જીવ ભરેલી ટ્રકને પોલીસની મદદ સાથે પકડી પાડવામાં આવી હોવાનું સંસ્થાના જિલ્લા અધ્યક્ષ બબુ મરાજે કહ્યું હતું.

સામખીયાળી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલ પ્લાઝા પાસેથી ગત રાત્રીના 12.30 વાગ્યે પૂર્વ બાતમીના આધારે પોલીસની મદદ સાથે અખિલ ભારતીય નવયુગ સંસ્થાના સવયસેવકો દ્વારા ભેંસ નંગ 1, પાડા નંગ 39 અને પાડી નંગ 1 એમ કુલ 41 અબોલ જીવોને ડીસા તરફના કતલખાને લઈ જતી ટ્રક ના. જીજે12 ઝેડ 1093ને ઝડપી પાડી રૂ. 45 હજારના જીવ અને 10 લાખની ટ્રક સાથે આરોપી ટ્રક ચાલક હુસેનશા હજીશા શેખ રે. અંજારને પકડી પાડવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધ સામખીયાળી પોલીસે લાકડીયાના બિપિન ઠાકરસી ગામીટની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...