તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:કચ્છમાં 12 કલાકમાં 3ની તીવ્રતાના બે સહિત 4 કંપન

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભૂકંપની વરસી બાદ પણ પેટાળમાં સખળડખળ
 • નવા વર્ષે 27 દિવસ બાદ આંચકાની તીવ્રતા વધી

કચ્છમાં નવા વર્ષે 4ની તીવ્રતાના ભચાઉમાં આવેલા આંચકા બાદ અત્યાર સુધી 3થી નીચેની તીવ્રતાના આંચકા બાદ ગુરુવારે ખાવડા અને દુધઇ પાસે 3ની તીવ્રતાના બે સહિત 12 કલાકમાં 4 આંચકા આવ્યા હતા.નવા વર્ષની શરૂઆતમાં તા.7-1ના 4ની તીવ્રતાના આંચકા સાથે ભચાઉ નજીકની ધરા ધણધણી હતી. ત્યારબાદ હળવા કંપનો આવવા જારી રહ્યા છે જો કે, 27 દિવસ બાદ 3થી વધુની તીવ્રતાના બે આંચકા નોંધાયા છે.

બુધવારના રાત્રે 12.12 કલાકે દુધઇથી 8 કિ.મી. ના અંતરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ખિરસરામાં નોંધાયું હતું. ઉપરાંત ગુરુવારે ભુજ તાલુકાના ખાવડાથી 20 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં સવારે 9.37 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કુરન પાસે રણમાં નોંધાયું હતું. વધુમાં ભચાઉથી 20 કિ.મી.ના અંતરે બે હળવા કંપન નોંધાયા હતા.

સવારે 5.59 કલાકે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 1.1 અને બપોરે 11.45 કલાકે તે જ દિશામાં 1.8ની તીવ્રતાનું હળવું કંપન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો