અકસ્માત:લેર કુકમા વચ્ચે છોટા હાથીએ છકડાને ટકકર મારતાં 4 ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કુકમાથી લેર ગામ વચ્ચે રેલ્વે ફાટક પાસેના વળાંકા પર છોટા હાથી ટેમ્પોના ચાલકે પેસેન્જર છકડાને અડફેટે લેતાં ત્રણ મહિલા સહિત ચાર લોકોને ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામ઼ આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજ તાલુકાના નારાણપર રાવરી ગામે ઉપલાવાસમાં રહેતા રામજીભાઇ ગાંગજીભાઇ મહેશ્વરી (ઉ.વ.52) પોતાના છકડો રિક્ષામાં જેઠીબેન અસમલભાઇ મહેશ્વરી (ઉ.વ.54), ગોરબાઇ ભીમજીભાઇ મહેશ્વરી (ઉ.વ.55) અને મલુબેન કરશનભાઇ મહેશ્વરી (ઉ.વ.40) બધા સાથે મળીને નારાણપરથી સાપેડા સબંધીને ત્યાં જતા હતા. ત્યારે ભારાપર થઇને કુકમા જતા રોડ પરથી પસાર થતી વખતે લેર કુકમા વચ્ચે રેલ્વે ફાટક પાસેના વળાંકા પર છોટા હાથી ટેમ્પાના ચાલકે તેમના છકડો રિક્ષાને ધડાકા સાથે ટકકર મારતાં છકડામાં બેઠેલા ચારેય જણાઓને વતી ઓછી ઇજાઓ થવાથી સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...