તાજેતરમાં ભુજ તાલુકાના માનકુવામાં એલસીબીએ કતલખાનું પકડ્યા બાદ ખાવડા નજીકના નાના દિનારા ગામે રહેણાકના મકાનમાં ચાલતું કતલખાનું ખાવડા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે પિતા-પુત્ર સહિત 4 આરોપીઓને 22 કિલો ગૌમાંસ તેમજ ગાયની કતલમાં વપરાયેલા ત્રણ કુહાડી અને પાંચ છરા મળી 10,870ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસની ટીમે બાતમી પરથી સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં નાના દિનારા ગામે રહેતા જુસબ સાધક સમાના રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન સ્થળ પરથી આરોપી જુસબ સાધક સમા, અબ્દુલવહાબ ગફુર સમા, અને મુકીમ ઝખરા સમા રહે ત્રણેય દિનારાવાળાઓને પકડી લીધા હતા.
જ્યારે મામદ જુસબ સમા નાસી ગયા હતો, જેને બાદમાં પોલીસે ઝડપી લીધો હતો. દરોડા સમયે સ્થળ પરથી પોલીસને પ્લાસ્ટીકના કોથળો અને ત્રણ ડોલમાંથી 22 કિલો ગૌમાંસ તેમજ કતલ માટે વપરાયેલા ત્રણ કુહાડી અને પાંચ છરા મળી આવ્યા હતા. ઝપડાયેલા આરોપીઓની પુછતાછ દરમિયાન આરોપી જુસબ સાધક સમાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની ઓરડી નજીક આવેલા ખેતરના ખાડામાં ગાયની કતલ કરી હતી.
પોલીસને ત્યાંથી મૃત ગાયના અવશેષો મળી આવ્યા હતા. તમામ આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને ખાવડા પોલીસે કોર્ટ સમક્ષ રજુ કર્યા હોવાનું પીએસઆઇ રોહિતભાઇ ભટ્ટે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.