તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:દસ તાલુકામાં ઝાપટાથી 4 ઇંચ વર્ષા

કચ્છએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ - Divya Bhaskar
ભચાઉ
  • 4 ઇંચ વરસાદ મુંદ્રામાં, માંડવીમાં 3, નખત્રાણા, અબડાસામાં 2 થી 3, ભચાઉ, અંજાર, રાપરમાં બે-બે લખપતમાં એક ઇંચ તથા ભુજ-ગાંધીધામ તાલુકામાં ઝાપટા

બુધવારે આઠ તાલુકામાં મહેર વરસાવનારા મેઘરાજાએ બીજા દિવસે ગુરૂવારે ના તમામ દસ તાલુકમાં ઝાપટાથી માંડીને ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં કચ્છી માડુ ખુશખુશાલ બન્યા છે. જગતનો તાત વરસાદનો આ રાઉન્ડ કાચા સોના સમાન લેખાવી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પખવાડીયા બાદ વરસેલા સચરાચર વરસાદથી લોકોના હૈયામાં ટાઢક વળી છે. ગુરૂવારે સર્વાધીક 4 ઇંચ વરસાદ મુંદરામાં, માંડવીમાં ત્રણ, નખત્રાણા, અબડાસામાં બે થી ત્રણ, ભચાઉ, અંજાર, રાપરમાં બે-બે ઇંચ લખપતમાં એક ઇંચ તથા ભુજ અને ગાંધીધામ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...