ધરપકડ:4 મહિલાની ચેઇન ચોરનાર દિલ્હીની 4 તસ્કર સ્ત્રી પકડાઇ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ ચેઇન ઝાડીમાં ફેંકી દીધી હોવાનું કહ્યું

મહાશિવરાત્રિના પર્વની ભીડનો લાભ લઇ ચાર મહિલાઓના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનારી દિલ્હીની ચાર તસ્કર સ્ત્રીઓને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યા બાદ આરોપણ મહિલાઓ પોલીસ સમક્ષ ચેઇન ઝાડીમાં ફેંકી દીધી હોવાનું રટણ ચાલુ રાખી એક બીજા પર ફેંકાફેક કરી રહી હોવાથી પોલીસ તસ્કર સ્ત્રીઓની સઘન પુછતાછ કરી રહી છે.

ભુજના દ્વિધામેશ્વર અને કલેકટરના નિવાસ સ્થાન પાસેના માર્ગ પર મંગળવારે સવારે અગ્યાર વાગ્યાથી સાડા અગ્યાર વાગ્યા વચ્ચે દર્શને આવેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની તફડચી કરનારી જુની દિલ્હી મોંગલપુરી ગાયત્રીનગરમાં રહેતી શીવાગામી કુમારન નાયડુ, ચાંદની કન્ના નાયડુ, વનિતા જયચંન્દ્ર રંગાસ્વામી નાયડુ, રાધા ઉદયા નાયડુ નામની ચાર આરોપણ મહિલાઓને લોકોએ પકડી પોલીસને હવાલે કરી હતી. તસ્કરી મહિલાઓની પુછપરછ દરમિયાન ચેઇનની ચીલ ઝડપ કરી હોવાની કેફીયત આપી ચેઇનો ઝાડીમાં ફેંકી દીધી હોવાનું રટણ કરતાં એલસીબીએ આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી હતી.

એ ડિવિઝન પોલીસની પુછપરછમાં તસ્કર મહિલાઓ એક બીજા પાસે ચેઇન હોવાની ફેંકાકેક કરતી હોઇ પોલીસે સઘન પુછપરછ ચાલુ રાખી છે. એ ડિવિઝન પીઆઇ કે.સી.પટેલનો સંપર્ક કરતાં આ અંગે હજુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...