તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કચ્છમાં 3 દિવસમાં કોરોનાથી 4ના મોત, અઠવાડિયામાં 6 દર્દીએ દમ તોડતા હાહાકાર

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સંક્રમણ : વધુ 26 પોઝિટિવ ઉમેરાયા, સારવાર હેઠળ વધીને થયા 210 દર્દી
 • કહેર : શહેરોના 17માંથી અંજારમાં 5, ભુજ અને ગાંધીધામમાં 6-6 કેસ નોંધાયા
 • ભુજ પાલિકાના ડ્રાઈવરનું રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મોત થયું

કચ્છમાં અેપ્રિલ માસના શરૂઅાતના 3 દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન 4 દર્દીના મોત થયા છે. જ્યારે 27મી માર્ચે 2 દર્દીના મોત થયા હતા. અામ અેક જ અઠવાડિયામાં 6 દર્દીઅોઅે દમ તોડ્યો છે. જોકે, તંત્ર દ્વારા જાહેર કરાયા નથી. બીજી બાજુ શનિવારે વધુ 26 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 17માંથી અંજારમાં 5, ભુજ અને ગાંધીધામમાં 6-6 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 9માંથી અબડાસા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, માંડવી, રાપરમાં 1-1, મુન્દ્રામાં 3 કેસનો સમાવેશ થાય છે.

કચ્છમાં જાન્યુઅારી, ફેબ્રુઅારીમાં કોરોનાની સારવાર દરમિયાન મોતના અાંકડામાં ઘટાડો થયો હતો. પરંતુ, માર્ચના અંતે અને અેપ્રિલના પ્રારંભે જ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઅોના મોત સામે અાવી રહ્યા છે. 27મી માર્ચે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીના ડ્રાઈવરનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું અને ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોઅે શ્રદ્ધાંજલિ પ્રેસનોટમાં અેનો ઉલ્લેખ સુદ્ધા કર્યો છે. પરંતુ, અારોગ્ય તંત્રઅે જાહેર કર્યું નથી. શનિવારે વધુ 16 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળ દર્દીઅો વધીને 210 થઈ ગયા છે.

અામ, તંત્રઅે જાહેર કરેલા અાંકડા મુજબ કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 5094 પોઝિટિવમાંથી હજુ સુધી કુલ 4772 દર્દી સાજા થઈ ગયા છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકાના ડ્રાઈવરે કોરોના સામે રક્ષણ અાપતી રસીના બે ડોઝ લઈ લીધા હતા. છતાં તેમને કોરોના થયો અને સારવાર દરમિયાન મોત થયું છે. અેવી જ રીતે ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના કર્મચારીઅે કોરોના સામે રક્ષણ અાપતી રસી લીધા બાદ તેમને કોરોના પોઝિટિવ અાવ્યો છે.

અેવું થઈ શકે કે કેમ અે બાબતે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનક માઢકને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બીજો ડોઝ લીધા બાદ 14 દિવસ વીતી જાય પછી કોરોના પોઝિટિવ અાવવાની શક્યતા નથી. કદાચ અાવે તો પણ રોગની ગંભીરતા ઘટી જાય, જેથી મોતની શક્યતા નથી. સિવાય કે અન્ય ગંભીર બીમારી હોય. તેમને વધુમાં પૂછ્યું કે તો પછી રસીકરણમાં બીમાર વ્યક્તિઅોન અગ્રતાક્રમ અાપવાનું કારણ શું. જો બીમાર વ્યક્તિ બે ડોઝ લીધા બાદ પણ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યું પામતી હોય. તો તેમણે જણાવ્યું હતું કે અેવા કિસ્સામાં મોતના કારણો અન્ય હોઈ શકે.

રસીની અસરકારકતા વધારવા હવે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારાયું
કચ્છમાં કોરોના સામે રક્ષણ અાપતી રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ 4 અઠવાડિયે બીજા ડોઝ લેવાની સૂચના અપાઈ હતી. પરંતુ, હવે 6થી 8 અઠવાડિયે ડોઝ લેવા સૂચના અપાય છે. જે બાબતે રસીકરણ અધિકારી ડો. સીજુઅે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી રસીની અસરકારકતા વધી જાય છે. અેવું છેલ્લા સંશોધનમાં જણાયું છે, જેથી અે નિર્ણય લેવાયો છે.

બાકી કોઈઅે માર્ચ માસના પ્રારંભે પ્રથમ ડોઝ લીધો હોય અને અેપ્રિલના પ્રારંભે બીજો ડોઝ લેવા ઈચ્છતો હોય તો સંબંધિત રસીકરણ કેન્દ્ર ઉપર જઈને લઈ શકે છે. હવે બીજા ડોઝ માટે કોલ કે અેસ.અેમ.અેસ. નહીં અાવે. વ્યક્તિઅે જાતે સમયમર્યાદા બાદ ડોઝ લેવા પહોંચી જવું પડશે.

શાળામાં કોવિડ પ્રવેશ્યો : સૂર્યા વરસાણી અેકેડેમીમાં રસોયાનો પરિવાર પોઝિટિવ
પ્રાપ્ત વિગતો મુજબ સૂર્યા વરસાણી અેકેડેમીમા રસોયો, રસોયાની પત્ની અને અેમની પુત્રીને કોરોના પોઝિટિવ અાવ્યો છે, જેથી ભોજનનો સમય ટાળવા પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરી દેવાયો છે. જે બાબતે વાલીઅોઅે સ્કૂલમાં પરીક્ષા લેવાને બદલે અોન લાઈન પરીક્ષા લેવા રજુઅાત કરી છે. પરંતુ, શાળા સંચાલકોઅે નનૈયો ભણી દીધો છે. સૂત્રોઅે ઉમેર્યું હતું કે, અા અગાઉ 4થી 5 વિદ્યાર્થિનીઅોને પણ કોરોના પોઝિટિવ અાવી ચૂક્યો છે. જે બાબતે ખરાઈ કરવા પ્રિન્સિપલને કોલ કર્યો હતો.પરંતુ, અાઉટ અોફ કવરેજ બતાવતો હતો.
બીજા દિવસે 10102 લોકોઅે રસી લીધી
જિલ્લા પંચાયતમાંથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માની અખબારી યાદી મુજબ કચ્છ જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઅોને રસી અાપવાના બીજા દિવસ શનિવારે 10102 વ્યક્તિઅોઅે રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો