રક્તદાન:જી.કે.માં લોકડાઉન વચ્ચે પ્રથમ કેમ્પમાં 39350 સીસી રક્ત એકત્ર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં કેમ્પ માટે મંજુરી અપાઇ

જનરલ હોસ્પિટલમાં ચાલતી બ્લડબેંક દ્વારા સ્થાનિકે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી હોસ્પિટલની બ્લડ માટેની જરૂરિયાત સંતોષાતી હતી પરંતુ, લોકડાઉનને કારણે અનેકવિધ મર્યાદાને લઈને કેમ્પનું આયોજન થઇ શકતું ન હતું.  દરમિયાન વહીવટીતંત્રની ખાસ કિસ્સામાં મંજૂરી મળતા લોક ડાઉન દરમિયાન યોજાયેલા પ્રથમ કેમ્પમાં 39350 સીસી રક્ત એકત્ર કરાયું હતું. બ્લડ બેન્કના વડા ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય દ્વારા રક્તદાન કેમ્પ માટે ખાસ કિસ્સામાં અને જરૂરિયાતમંદ દર્દીઓના હિતમાં મંજુરી મેળવી ભુજ તાલુકાના સુખપર ગામે સમાજવાડી ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 141 રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યા અનુસાર તમામ નિયમોનું પાલન કરી રક્તદાતાઓએ પ્રખર તાપ વચ્ચે રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. સુખપરના નરનારાયણ સ્વામિનારાયણ મંદિર સાથે સંકલન કરી તેમજ  લક્ષ્મણસ્વરૂપ સ્વામીની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  સરપંચ અમરબેન રાબડીયા, ઉપસરપંચ મનજીભાઈ ગોરસિયા અને  હરિભક્તોનો સહયોગ સાંપડ્યો હતો. રમજાન માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ પણ હોસ્પિટલમાં 13500 સીસી રક્તનું દાન કર્યું હતું એમ મેડિકલ ઓફીસર ડો. ખુશ કુમાર ડાભીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...