મુદ્દતની માગણી:માધાપરની ખનીજ ચોરીના 39 લાખ દંડમાં મુદ્દત મંગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ ઉંડુ કરવામાં ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા
  • ​​​​​​​ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરીમાં કર્યો હતો દંડ

માધાપરના હાલાઇનગરમાં પુરાણ કરવાના કામમાં સાદી માટી મંજૂરી વગર ઉપયોગમાં લેવાઇ હોવા અંગે મહિલા સહિત પાવરદારોને 39 લાખ દંડ ભરવા નોટીસ પાઠવાઇ હતી, જે અંગે મહિલાના સસરાનું મૃત્યુ થયુ હોવાથી તેમના તરફથી ખાણ ખનીજ વિભાગ પાસે મુદ્દતની માંગણી કરવામાં અાવી છે.

માધાપરના દિનેશ હીરજીભાઇ સોમૈયા અને હાલાઇનગરના રહેવાસીઅો તરફથી ખાણ ખનીજ અને પોલીસ તંત્રને રજૂઅાત કરવામાં અાવ્યા બાદ ખનીજ તંત્ર દ્વારા તપાસ કરાતા તળાવમાંથી ખાણેત્રુ કરવામાં અાવ્યો હોવાના ખોટા અાધાર-પુરાવા અને પ્રમાણપત્રો રજૂ કરવામાં અાવ્યા હતા. ખનીજ વિભાગની ટીમે તપાસ કરતા પુરાણ કરવા માટે 15884.74 મેટ્રીક ટન સાદી માટી ખનીજનો ઉપયોગ કરવામાં અાવ્યો હતો જેના માટે કોઇ મંજૂરી લેવામાં અાવી ન હતી.

અામ, વૈશાલીબેન ખેરાજ દાવડા, મેહુલ અરવીંદભાઇ ઠક્કર, અરવિંદભાઇ શંકરલાલ ઠક્કર, હેમલતાબેન અરવિંદભાઇ ઠક્કર વાળાને નોટીસ પાઠવીને 39,19,560 રૂપિયા દંડ ફટકારવામાં અાવ્યો હતો. સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવાયું હતું. જો કે, હજુ સુધી દંડ ભરાયુ નથી. અા અંગે ખાણ ખનીજ વિભાગના જે. અાર. પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, મહિલાના સસરાનું મૃત્યુ થયુ હોવાથી તેમને સુનાવણી માટે વધુ અેક મુદ્દતની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...