ક્રાઇમ:ભુજના ફોટોગ્રાફર સાથે ઓનલાઇન 38 હજારની છેતરપીંડી કરાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ મોબાઇલ લીંક મોકલાવીને રૂપિયા ઉપાડ લીધા

છેલ્લા કેટલાક સમયથી ઓએલએક્સ પર ઓનલાઇન ચીટીંગની બનાવો વધી રહયા છે, ખરીદી કરનાર કે વહેચનારોઓ ભોગ બનાની રહયા છે ત્યારે ભુજ ફોટોગ્રાફિનુ_ કામ કરતા યુવાન સાથે ઓએલએક્સ પર ટેબલ ખરીદીના સોદામાં આર્મી ઓફિસરના નામે 38,598 રૂપિયા મોબાઇલ લીંક મોકલાવીને અજાણ્યા શખ્સે ઠગાઇ કરતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ભુજના સંસ્કારનગર પ્રસાદી પ્લોટમાં રહેતા અને લીબડા વાડી શેરીમાં બાલાજી સ્ટુડીયોમાં ફોટોગ્રાફિનું કામ કરતા જીજ્ઞેશ કિશોરભાઇ ચાવડા (ઉ.વ.32)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 5 જુલાઇ 2020ના બન્યો હતો. ફરિયાદીએ ઓએલએક્સ પર ટેબલ વેચાણ માટે મુકી હતી. જે બુલેટ ખરીદવા ફરિયાદીએ જહેરાતમાં આપેલા મોબાઇલ નંબર પર આર્મી ઓફિસમાંથી બોલું છું કહીને કોઇ અજાણ્યાએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. જેમાં આર્મી ઓફિસર સાથે વાત કરાવી દેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ દિલ્હીથી આર્મી ઓફિસર બોલું છું કહી પેમેન્ટ ગુગલ પે મારફતે કરવાની વાત કરીને ગુગલ પેમાં રૂપિયા મુકુ છું જે રીસીવ્ડ કરજો તે કહેતા ફરિયાદીએ એપલીકેશન લીંકમાં શુ કરવું તે સમજે ત્યાં જ ફરિયાદીના બેન્કના ખાતામાંથી 6 ટ્રાન્જેકશન થઇ ગયા હતા અને 38,598 રૂપિયા ઉપડી ગયા હતા. એ ડિવિઝનમાં જાઉલીદેવી ના આઇડી પરથી આવેલા અજાણ્યા કોલર વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં આ પ્રકારના બનાવોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...