તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધ્યું:ભુજ શહેર તથા તાલુકાના 38 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ભુજ શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ભુજ શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેર અને તાલુકામાં 38 જેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અનીસા પાર્ક સુરલભીટ વિસ્તારમાં આવેલા ઘર નં.48, ટી.બી.હોસ્પિટલ પાસે, સાંઇબાબા મંદિરની સામે આવેલા ઘર નં.1 ને 6 એપ્રિલ સુધી, જેષ્ઠાનગરમાં વિશ્વકર્મા મંદીરની બાજુમાં આવેલા ઘર નં.46, હોસ્પિટલ રોડ પર વર્ધમાનનગરમાં આવેલા એક ઘરને અને ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે રામવાડી બજારમાં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરોને 6 એપ્રિલ સુધી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ભુજ તાલુકાના માનકુવા ગામે જુનાવાસમાં રામદેવપીર મંદિર પાસે આવેલા ઘર નં.1 થી 4 કુલ-4 ઘરો, મુન્દ્રા રોડ પર કચ્છ યુનિવર્સિટી કવાર્ટરમાં આવેલા ઘર નં.બી/5 થી બી/8 સુધી કુલ-4 ઘરો, સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલા ઘર નં.62 કુલ-1 ઘર, વી.આર.નગરમાં પટેલ આઈસ કેન્ડીની બાજુમાં આવેલા ઘર નં.18 કુલ-1 ઘર, જુની રાવલવાડીમાં આવેલા ઘર નં.180, પ્રમુખસ્વામીનગરમાં આવેલા ઘર નં.સી-147, સી-147, સી-148 અને સી-151 તથા સી-152 કુલ-4 ઘરો, પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.10માં આવેલા ઘર નં.142 કુલ-1 ઘર, વી.આર.નગરમાં આવેલા ઘર નં.5 તથા 6 કુલ-2, બેન્કર્સ કોલોનીમાં આવેલા ઘર નં.18 અને 19 કુલ-2 ઘરોને 6 એપ્રિલ સુધી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

એસ.ટી.વર્કશોપની સામે યોગીરાજ પાર્કમાં આવેલા ઘર નં.47/3, ઘર નં.47 તથા ઘર નં.48/2 કુલ-3 ઘરો, ભાનુશાળીનગરમાં આવેલા ઘર નં.77-બી કુલ-1 ઘર, નિર્મલસિંહની વાડીમાં આવેલા ઘર નં.36-બી કુલ-1 ઘર, ભાવેશ્વરનગર લાલ ટેકરીમાં કલાસિક કોમ્પલેક્ષમાં ઈ-વિંગમાં આવેલા ઘર નં.ઈ-7 અને ઈ-8 કુલ-2 ઘરો, હોસ્પિટલ રોડ ઉપર આદર્શ સોસાયટીમાં આવેલા ઘર નં.7 કુલ-1 ઘર, હિમતપાર્ક રેવેન્યુ કોલોનીમાં આવેલા ઘર નં.249/1 કુલ-1 ઘર, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ઓધવ ઈશ્વરનગરમાં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરો, ભુજ તાલુકાના મિરઝાપર ગામે નીલકંઠ નગર વાળી શેરીમાં આવેલા ઘર નં.1 થી 3 કુલ-3 ઘરો, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે કોટકનગરમાં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરોને 6 એપ્રિલ સુધી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ભુજ તાલુકાના લોડાઇ ગામે આહિરવાસમાં ડાંગર શેરીમાં આવેલા ઘર નં.1 થી 4 સુધી કુલ-4 ઘરો, મુસ્કાનનગરમાં આવેલા ઘર નં.1 તથા 2 તેમજ બાજુમાં આવેલા બંધ ગોડાઉન કુલ-3 ઘરો, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ભટવાડી વિસ્તારમાં આવેલા ઘર નં.1 થી 3 કુલ-3 ઘરો, માધાપર નવાવાસ ગામે ઈન્દ્રવિલા શેરી નં.3 માં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરો, માધાપર નવાવાસ ગામે પદુવાડી વિસ્તારમાં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરો, માધાપર નવાવાસ ગામે એકતાનગર વિસ્તારમાં આવેલા ઘર નં.1 તથા ૨ કુલ-૨ ઘરો, ભુજ તાલુકાના ભારાપર ગામે ટી.બી.એસ.માં આવેલા ઘર નં.1 થી 3 સુધી કુલ-3 ઘરોને 7 એપ્રિલ સુધી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઘનશ્યામનગરમાં સર્વ મંગલ એપાર્ટમેન્ટમાં આવેલા ઘર નં.14 થી 17 સુધી કુલ-4 ઘરો, આશાપુરા સોસાયટીમાં આવેલા ઘર નં.23/82 તથા 23/83 કુલ-2 ઘરોને, ભાનુશાળીનગર રઘુવંશીનગરમાં ઓધવકૃપા એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ઘર નં.1 કુલ-1 ઘર, ભાવેશ્વરનગરમાં અજાણી ટાવરની બાજુમાં આવેલા ઘર નં.1 કુલ-1 ઘર, ભાનુશાળીનગરમાં નિર્મલસિંહની વાડીમાં આવેલા ઘર નં.43/એ કુલ-1 ઘર, નવી રાવલવાડીમાં કારીતાસમાં આવેલા ઘર નં.સીસી-૦7 થી સીસી-9 સુધી કુલ-3 ઘરો, અરિહંતનગરમાં આવેલા ઘર નં.5૦ કુલ-1 ઘર, આયાનગર વિસ્તારમાં આવેલા ઘર નં.45 થી 47 કુલ-3 ઘરોને 7 એપ્રિલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલા છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનીષ ગુરવાની દ્વારા ફરમાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો