તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:કચ્છમાં RTE હેઠળ ખાનગી શિક્ષણની 3758 અરજી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4434 અરદારોમાંથી 676 વાલીઅોઅે પાછી ખેંચી
  • 13મી સુધી માન્ય-રદ કરવાની કાર્યવાહી થશે

કચ્છમાં રાઈટ ટુ અેજ્યુકેશન અેટલે કે અાર.ટી.ઈ. હેઠળ અાર્થિક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પરિવારના વિદ્યાર્થીઅોને ધોરણ 1થી ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે અરજી મંગાવાઈ હતી, જેમાં 4434 વાલીઅોઅે અરજી કરી હતી. પરંતુ, 676 વાલીઅોઅે ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેથી હવે માત્ર 3758 ફોર્મ રહ્યા છે. જે માન્ય રાખવા કે રદ કરવાની વિધિ 13મી તારીખ સુધી ચાલવાની છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં 25 ટકાની મર્યાદામાં મફત શિક્ષણ માટે પ્રવેશ અાપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેનો પ્રારંભ 25મી જૂનથી કરાયો હતો. 4થી જુલાઈ સુધી 3146 ફોર્મ ભરાયા હતા. છેલ્લો દિવસ 5મી જુલાઈ હતો, જેથી વાલીઅોને અોન લાઈન ફોર્મ ભરવા અપીલ કરાઈ હતી, જેમાં છેલ્લા દિવસે અે સંખ્યા 3758 ઉપર પહોંચી ગઈ હતી.

સામાન્ય રીતે છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં કોઈ અધૂરાશ રહી ગઈ હોય કે શરતચૂકથી ભૂલ રહી ગઈ હોય તો નવું ફોર્મ ભરવાની તક અપાઈ હતી. જેમણે નવું ફોર્મ ભર્યું હોય અેમનું જૂનું ફોર્મ અાપોઅાપ રદ થઈ જાય છે. ત્યારબાદ નવા ફોર્મમાં કોઈ સુધારાવધારા કરી નથી શકાતા.

ફોર્મ ભરાઈ ગયા પછીની કાર્યવાહી બાબતે કોઈને જાણકારી અથવા માર્ગદર્શન જોઈતું હોય તો હેલ્પ લાઈન નંબર 02832-221103 કોલ કરી શકાશે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે વધુમાં જણાવ્યું હતું કે, ગત શૈક્ષણિક વર્ષ 2020/21માં અંદાજે 3537 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2526 માન્ય ઠર્યા હતા. જે પૈકી 1973 વિદ્યાર્થીઅોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો હતો. પરંતુ, 1843 છાત્રોઅે જ પ્રવેશ લીધો હતો. 130 જેટલા વિદ્યાર્થીઅોઅે અંગત કારણોસર પ્રવેશ મેળવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...