તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીકંપ:દુધઇ પાસે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા રણ નજીક રૈયાડોમાં નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં આંચકાના જારી રહેલા સિલસિલા વચ્ચે રવિવારે સવારે દુધઇ નજીક 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી. કચ્છમાં નાના કંપનથી લઇને ભૂકંપના મોટા આંચકાની રફતાર બરકરાર રહી છે તેવામાં તા.4-7, રવિવારના સવારે 7.25 કલાકે દુધઇથી 19 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ કચ્છના રણની નજીક રૈયાડોમાં 23.483 અક્ષાંશ અને 70.171 રેખાંશ માં 11.8 કિ.મી. ઉંડાઇઅે કેન્દ્રીત થયું હતું. રૈયાડો તેમજ આસાપાસના ગામો જેવા કે, બાનિયારી, અમરાપર, નેર, બંધડી, દુધઇ, કંડોલ સહિતના ગામોમાં આંચકો અનુભવાયો હતો.

ચાર ફોલ્ટલાઇન પૈકી કન્ટ્રોલ હીલ ફોલ્ટલાઇન વધુ ખતરનાક
તજજ્ઞોના જણાવ્યા મુજબ એક વખત મોટા ભૂકંપ બાદ પૃથ્વીના પડમાં મોટાપાયે ભંગાણ પડ્યા બાદ ફરીથી સમુંસૂતરું થતાં ઘણા વર્ષો નીકળી જાય છે અને અા પ્રક્રિયાના કારણે જ વાગડ મેઇન ફોલ્ટલાઇનની આસપાસ નાના-મોટા અાંચકા જારી રહ્યા છે.

હાલે જિલ્લામાં 4 મુખ્ય ફોલ્ટલાઇન સક્રીય છે, જેમાં વાગડ મુખ્ય ફોલ્ટલાઇન, સાઉથ વાગડ ફોલ્ટલાઇન, ઉત્તરમાં આઈલેન્ડ બિલ્ડ ફોલ્ટલાઇન, જેનાથી ઓછા આંચકા આવે છે અને ચોથી કન્ટ્રોલ હીલ ફોલ્ટલાઇન જે સૌથી વધુ યુવાન છે, અને વધુ ખતરનાક પણ છે, જે ભુજથી 60 કિ.મી.ના અંતરે રોહાથી અંજાર તરફ છે. આ ફોલ્ટલાઇનથી મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, કંડલામાં વધુ નુકસાની થઇ શકે છે, જેથી આ વિસ્તારમાં તે મુજબ નુકસાની ટાળવા અત્યારથી જ મજબૂત બાંધકામો કરવા જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...