શિક્ષણ ક્ષેત્રે રાહત:હાઈસ્કૂલની 360 ખાલી જગ્યાએ પ્રવાસી શિક્ષકો યથાવત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાની પ્રાથમિક શાળામાં નિમણૂક અપાશે તો 1431ની થશે ભરતી
  • શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકની મુદ્દત વધારવા હુકમ કર્યો

ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઅોમાં શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઅોમાં મંજુર શિક્ષકોની ખાલી જગ્યાઅો નિયમિત શિક્ષકોથી ન ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકો નિમવા ઠરાવ કરવામાં આવ્યો છે. જેમની શૈક્ષણિક વર્ષ 2021/22 પૂરું થાય ત્યાં સુધી લંબાવવાની મંજુરી અાપવામાં અાવી છે. આ બાબતે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, કચ્છમાં માધ્યમિકમાં સરકારી 126, ગ્રાન્ટેડ 34 મળી કુલ 160 અને ઉચ્ચ માધ્યમિકમાં સરકારી 121, ગ્રાન્ટેડ 79 મળી કુલ 200 જગ્યા ખાલી છે.

અામ, કુલ 360 પ્રવાસી શિક્ષકોથી કામ ચાલે છે. બીજી તરફ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું હતું કે, સરકારી શાળાઅોમાં ધોરણ 1થી 5નો મહેકમ 5681 છે, જેમાંથી કામ કરતા 5041 શિક્ષકો છે અને ખાલી જગ્યા 640 શિક્ષકોની છે. અેવી જ રીતે ધોરણ 6થી 8નો મહેકમ 3851 છે, જેમાંથી કામ કરતા 3060 શિક્ષકો છે અને ખાલી જગ્યા 791 શિક્ષકોની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટમેટર બની હોઈ પ્રાથમિક શાળામાં 2017થી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં અાવતી નથી.

ખાનગી શાળાઅોમાં અે પગાર ધોરણ કેમ નહીં ?
શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોઅે જણાવ્યું હતું કે, ખાનગી શાળાઅોમાં શિક્ષકોનું શોષણ થતું હોય છે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઅોમાં પ્રવાસી શિક્ષકો માટે જે વેતન નક્કી થયું છે. અે વેતન ખાનગી શાળામાં કેમ ચૂકવાતું નથી. શિક્ષકોને પૂરતું વેતન ન ચૂકવાય તો સ્વાભાવિક રીતે શિક્ષણ કાર્ય ઉપર અસર પડે અને તેનો ભોગ અંતે વિદ્યાર્થી જ બને. જો સરકાર પ્રવાસી શિક્ષકો પૂરા પાડવાની જવાબદારી અાઉટ સોર્સ દ્વારા ઠેકેદાર મારફતે કરવાની ગતિવિધિ કરતી હોય તો અે પણ ખોટું છે.

તાસ દીઠ પ્રવાસી શિક્ષકોને વેતન

શાળાતાસ દીઠ વેતનમહત્તમ દૈનિક તાસ

મહત્તમ દૈનિક વેતન

પ્રાથમિક856510
માધ્યમિક1356810

ઉચ્ચતર માધ્યમિક

1406840

તાસ પદ્ધતિ ન હોય તો શું
જે પ્રાથમિક શાળામાં : તાસ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન 510 રૂપિયા રહેશે. ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતની મર્યાદા 10500 રૂપિયાથી વધે નહીં તે મુજબ રહેશે. ,માધ્યમિક શાળામાં : ઉચ્ચક માસિક મહત્તમ વેતનની મર્યાદા 16500 રૂપિયાથી વધે નહીં તે મુજબ ચૂકવવાનું રહેશે., ઉચ્ચતર માધ્યમિક શાળામાં : ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા 16700 રૂપિયાથી વધે નહીં તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...