વેપારી પરિવારનો ચોકાવનારો કિસ્સો:પતિના મૃત્યુ પછી 35 કરોડની ઉચાપત કરી, પત્નીએ સાસુ, દિયર-દેરાણી સામે નોંધાવ્યો ગુનો

ગાંધીધામ/ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનામાં પતિના મોત બાદ પત્નીની ખોટી અરજીઅો બેંકમાં રજૂ કરી પૈસા ઉસેડી લેવાયા
  • મુંબઇ પોલીસે ગુનો નોંધ્યા બાદ આદિપુર પોલીસને ટ્રાન્સફર કરી : 8 સામે ગુનો દર્જ

ગત અેપ્રિલ માસમાં અાદિપુરમાં રહેતા ઉદ્યોગપતિનું કોરોનાને કારણે મોત થયા બાદ તેમની સાસુ,દેર-દેરાણી અને અન્ય શખ્સોઅે મેળાપીપણુ કરી પત્નીની બનાવટી અરજીઅો બેંકમાં રજૂ કરી પૈસા ઉસેડી લઇ ઉચાપત કરી હતી. પત્નીના તેમજ પુત્ર અને પુત્રીના નામે રહેલી ફિક્સ ડિપોઝીટ તેમજ ધંધાની ભાગીદારીમાં વારસાઇના બેંક ખાતામાંથી રૂપીયા ઉપાડી છેતરપિંડી કરાતા ડિંડોશી પોલીસ સ્ટેશને મુંબઇ ખાતે ફરિયાદ કરી હતી, મુંબઇ પોલીસે ફરિયાદ ટ્રાન્સફર કરતા અાદિપુર પોલીસ મથકે બે મહિલા સહિત અાઠ શખ્સો સામે ફોજદારી નોંધાઇ છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઇની શર્મીલા કાૈશિક અગ્રવાલના લગ્ન અાદિપુર ખાતે થયા હતા, તેમના પતિ કાૈશિકનું ગત માર્ચ માસમાં કોરોનાને કારણે મોત થયું હતું. તેમના પતિના ધંધા અને વ્યવસાય અંગેની જાણકારી મેળવતા અંબિકા અોટોમોબાઇલ-મીઠીરોહર, વિનાયક પેટ્રોલ પંપ-મુન્દ્રા, ટાયર પોઇન્ટ - મીઠીરોહર, શ્યામ પેટ્રોલ પંપ - મુન્દ્રા, અે. કે. લોજીસ્ટીક અને બાલાજી પેટ્રોલિયમ નામની પેઢીઅોમાં ભાગીદારી હતી.

ફરિયાદીના સાસુ પુષ્પા અગ્રવાલ, દેર ચિરાગ અગ્રવાલ, દેરાણી નિલમ ચિરાગ અગ્રવાલ, હરીશંકર વર્મા, મનોહર શર્મા, સચીન મહેશ્વરી, ગોપાલ નારંગ અને ગજેન્દ્ર પટેલ (રહે. તમામ અાદિપુર) વાળા સામે બેંકમાં બનાવટી અરજી, બનાવટી સહી-સિક્કા કરી ફિક્સ ડીપોઝીટમાં તથા બેંકમાં ગેરવ્યવહાર કરી 35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફોજદારી નોંધાવી હતી.

તમામ અારોપીઅો બેંક ખાતામાં થતી લેવડ દેવડમાં ખોટા અાધાર, કરાર, બનાવટી સહી-સિક્કા રજૂ કરી 35 કરોડ રૂપિયાની હેરફેર કરી નાણાકીય ઉચાપત કરી હોવા અંગે મુંબઇના ડીંડોલી પોલીસ મથકે ફોજદારી દર્જ કરાવી હતી. મુંબઇ પોલીસે ફરિયાદ અાદિપુર પોલીસને ટ્રાન્સફર કરતા પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિમાની 63.51 લાખ રકમ બારોબાર સેરવી લેવાઇ
પતિના મૃત્યુ બાદ વિમાની રકમ વારસદાર અેટલે કે પત્નીના નામે જમા થતી હોય છે, ફરિયાદીના અેચ.ડી.અેફ.સી. બેંકમાં રકમ જમા થયા બાદ દેર ચિરાગ અગ્રવાલે 63.51 લાખ રૂપિયા પોતાના ખાતામાં લઇ પત્ની અને પુત્રીના નામે ફિક્સ ડિપોઝીટ કરાવી લીધી હતી.

4.5 કરોડની ફિક્સ ડિપોઝીટ અાપવાની ના પાડી
ફરિયાદી અે. કે. લોજીસ્ટીકમાં ભાગીદાર છે, તે પેઢીના બેંક ખાતામાંથી રૂપિયા શ્રીરામ પેટ્રોલિયમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે સાસુ પુષ્પા અગ્રવાલના નામ પર છે. મૃતકે પુત્ર યુગ અને પુત્રી તાસીના નામે બેંકમાં 2.12 લાખ રૂપિયા ફિકસ ડિપોઝીટમાં રાખ્યા હતા. અે.યુ.સ્મોલ ફાયનાન્સમાં પતિ અને દેરની ભાગીદારીમાં 65 અને 46 લાખની ફિકસ ડિપોઝીટ હતી. દેર ચિરાગની તમામ જગ્યાઅે મિલીભગત હોવાને કારણે 4.5 કરોડની ફિકસ ડીપોઝીટ અાપવાની તેણે ના પાડી હતી.

કર્મચારીઅે દિયર સાથે મળી ખોટા અાધાર રજૂ કરી પૈસા ઉપાડયા
ફરિયાદીના નામે બી.અેમ.સી.બી. બેંકમાં 43.3 લાખ રૂપિયાની ફિકસ ડિપોઝીટ હતી, જે તે સમયના કર્મચારી મનોહર શર્મા અને સચિન મહેશ્વરીઅે દેર ચિરાગના કહેવાથી બેંકમાં ખોટા અાધાર-કાગળો રજૂ કરી તમામ પૈસા ઉપાડી લીધા હતા. જે બેંકના ખાતામાં ચિરાગ દ્વારા ગેરવ્યવહાર કરવામાં અાવતા હોવાથી ફરિયાદીઅે બેંકને નોટીસ પણ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...