તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કુદકો:19 ડિસે.ના સૌથી વધુ 38 બાદ સાડા ત્રણ માસે 35 કેસ

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફરી એક (અ)મંગળવાર : સક્રિય દર્દી વધીને 245 થયા
 • કુલ પૈકીના ભુજમાં 13,ગાંધીધામમાં 11 પોઝિટિવ

કચ્છમાં કોરોનાની બીજી લહેર ચિંતાજનક રીતે ફેલાઇ રહી છે. ગત વર્ષે 19 ડિસેમ્બરે એક દિવસમાં સૌથી વધુ 38 કેસ સામે આવ્યા હતા તેના બાદ મંગળવારે 35 લોકો સંક્રમિત થયા હતા જેમાં ભુજના 13 અને ગાંધીધામમાં 11 મળીને માત્ર બે શહેરના જ 24 દર્દીનો સમાવેશ થાય છે. આમ શહેરી વિસ્તારોમાં કોવિડ વિકરાળ રીતે પંજો ફેલાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. યોગાનુયોગ મંગળવાર ફરી એકવા અમંગળ બન્યો હોય તેમ બીજી લહેરમાં એકજ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.

ભુજ અને ગાંધીધામને બાદ કરતાં બાકીના 8 તાલુકા મથકે એક પણ કેસ તંત્રના ચોપડે નોંધાયો ન હતો જ્યારે અંજાર તાલુકામાં 2, ગાંધીધામ પંથકમાં 1, મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં 5 અને રાપર તાલુકામાં 3 લોકોના આરટીપીસીઆર રિપોર્ટમાં કોવિડના વાયરસ હોવાનું જણાયું હતું. દર્દીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતાં હાલે સારવાર લઇ રહેલાનો આંક ઝડપભેર 245 પર પહોંચ્યો હતો.

બીજી બાજુ 19 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી વિદાય અપાઇ હતી. અત્યાર સુધી 5185 લોકોને ચેપી વાયરસે ઝપેટમાં લીધા છે જે પૈકીના 4828 સ્વસ્થ થઇ ગયા છે જ્યારે સરકારી આંકડા પ્રમાણે 82 દર્દી કોરોના સામેનો જંગ હારી જતાં મોતને ભેટ્યા છે. દર્દીઓની વધી રહેલી સંખ્યાને જોતાં આરોગ્ય વિભાગ દ્વારા પથારીની સંખ્યામાં વધારો કરાતાં હાલે સરકારી હોસ્પિટલોમાં 398 અને ખાનગીની 146 મળીને 544 પથારી સારવાર માટે ખાલી છે તેમ યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો