મતગણતરી:કચ્છની 344 ગ્રામ પંચાયતોને આજે ભારે ઉત્કંઠા વચ્ચે મળશે નવા સુકાની

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યસંસદની ચૂંટણી માટે ઉત્તેજનાનો આવશે અંત,દસેય તાલુકામાં સવારથી મતગણતરીનો આરંભ
  • મતદાનના આંકડા બાદ તમામ ગામોમાં હાર-જીતના પરિણામની ચર્ચા રહી ટોક ઓફ ધી ટાઉન

કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયા બાદ આજે મતગણતરી કરવામાં આવશે,દસેય તાલુકામાં સરકારી શાળા અને કોલેજમાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી કચ્છને આજે નવા 344 સરપંચ અને 2125 સભ્યો મળશે.કચ્છ જિલ્લામાં 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારે 73.98 ટકા જેટલું મતદાન થયું છે તમામ ઉમેદવારોના ભાવી મતપેટીમાં સિલ થઈ જતા દરેક ગામોમાં કોણ જીતશે અને કોણ હારસે તેવી અટકળો દિવસભર જારી રહી હતી કડકડતી ઠંડીના માહોલ વચ્ચે આ મુદાએ ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.

રવિવારે સાંજે મતદાન પૂર્ણ થતાની સાથે જ બુથ વાઇઝ આંકડાઓ સામે આવતા ગામે ગામ રાજકીય નિષ્ણાતો સક્રિય થઈ ગયા હતા અને રૂઝાનનો અંદાજ લગાવ્યો હતો ખરી બાજી તો આજે મતગણતરી પરથી જાણવા મળશે પરંતુ એ પૂર્વે જ સંભવિત ઉમેદવારોએ પરિસ્થિતિ આંકી લીધી છે આજે સવારથી મતગણતરી શરૂ થશે જેથી બપોર સુધીમાં પરિણામ આવી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મતગણતરીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

મોટા અંગીયામાં ચૂંટણી યોજાઈ પણ સુકાની બનશે ઉપસરપંચ
ખત્રાણા તાલુકામાં મોટા અંગિયા ગામને આ વખતે પ્રથમ નાગરિક (સરપંચ) નહીં મળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.મોટા અંગિયા ગ્રામ પંચાયત ચૂંટણીમાં આ વખતે ચાર ઉમેદવારોએ સરપંચ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી. પણ કોઈ કારણોસર તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા, આ વખતે મોટા અંગિયા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી જ યોજાઈ ન હતી.માત્ર બે વોર્ડ માં સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ આપી શકાય. અન્ય એક રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે, સરપંચ પદ ખાલી રહેતા, રાજ્ય ચૂંટણી પંચના નિયમો અનુસાર ફરીથી સરપંચ પદ માટેની ચૂંટણી આવનારા સમયમાં થઇ શકે. ચૂંટણીનું જાહેરનામું ન પડે અને નવા સરપંચની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી ચૂંટાયેલા ઉપસરપંચને ગામના સરપંચ તરીકેનો ચાર્જ મળી શકે તેમ છે.

જાણો મતગણતરીના સ્થળો

ભુજ

આર.આર.લાલન કોલેજ

નખત્રાણા

ટી.ડી.વેલાણી કન્યા હાઈસ્કૂલ

અબડાસા

રાજ્ય અનામત પોલીસ ટ્રેનિંગ સેન્ટર,હોથીવાંઢ

લખપત

મોડેલ સ્કૂલ દયાપર

માંડવી

સરકારી વિજ્ઞાન કોલેજ

મુન્દ્રાઆર.ડી.હાઈસ્કૂલ
ગાંધીધામ

મૈત્રી મહાવિદ્યાલય,આદિપુર

અંજાર

કે.કે.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ

ભચાઉઆઈટીઆઈ
રાપર

મોડેલ સ્કૂલ ચિત્રોડ રોડ

આજે ક્યાંક વિજય સરઘસ તો ક્યાંક હારનું પોસ્ટમોર્ટમ થશે
ચૂંટણીના પરીણામ આવતાની સાથે જ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિજય સરઘસની શરૂઆત થઈ જશે ઘણા ઉમેદવારોએ ફટાકડા અને ઢોલ સાથે વિજય સરઘસની તૈયારીઓ પણ કરી લીધી છે. દરમ્યાન આજના પરિણામ બાદ જે જૂથ પરાસ્ત થશે તેઓ હારનું કારણ જાણવા પરીણામનું પોસ્ટમોર્ટમ પણ કરશે જેથી આજનો દિવસ અતિમહત્વપૂર્ણ બની રહેવાનો છે.

ભુજ તાલુકાના ઉમેદવારોના ભાવિનો પડદો આજે ઉકેલાશે
ભુજ તાલુકામાં 57 ગ્રામ પંચાયતોના 144 મતદાન મથકોમાં મતદાન પૂર્ણ થયા બાદ કુલ 22 જેટલા રૂટોમાં મતપેટીઓ ભુજની આર.આર. લાલન કોલેજ સ્ટ્રોંગ રૂમમાં ગોઠવવામાં આવી હતી. સ્ટ્રોંગ રૂમને સીલ કરી તેનો હવાલો પોલિસ તંત્રને સોંપાયો હતો. ભુજ તાલુકાના સરપંચ પદના 53 ઉમેદવારો તથા વોર્ડના 231 સભ્યોના ભાવિનો પડદો આજે આ જ સ્થળે યોજાનાર મતગણતરી બાદ ઉકેલાશે જેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...