તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કચ્છમાં કોરોનાના વધુ 34 કેસ, ભુજમાં અધધ 13 પોઝિટિવ, 236 દર્દી સારવાર હજુ પણ તળે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કોવિડના કેસમાં જિલ્લાઓમાં કચ્છ પ્રથમ, ચાર મહાનગરો પછી પાંચમા ક્રમે વધુ દર્દી નોંધાયા
 • ગામડાઓના 15માંથી અંજાર, ગાંધીધામમાં 1-1, મુન્દ્રામાં 5, નખત્રાણામાં 6

કચ્છમાં સોમવારે કોરોનાના વધુ 34 કેસ ઉમેરાયા છે, જેમાં શહેરોના 19માંથી જિલ્લા મથક ભુજ શહેરમાં 13, અંજાર, માંડવીમાં 1-1, ગાંધીધામમાં 4 કેસ છે. જ્યારે ગામડાઓમાં 15માંથી તાલુકા મુજબ અંજાર, ગાંધીધામમાં 1-1, ભુજમાં 2, મુન્દ્રામાં 5, નખત્રાણામાં 6 કેસ છે. જોકે, 29 દર્દી સાજા પણ થયા છે. જોકે, હજુ 239 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 3958 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 3598 સાજા પણ થઈ ગયા છે. જોકે, 81 દર્દી સારવાર દરમિયાન મોત થયાનું બતાવાયું છે. પરંતુ, ભુજ શહેર અને ભુજ તાલુકામાં જે રીતે સતત કેસ વધી રહ્યા છે. એ ચિંતાજનક સ્થિતિ સૂચવે છે. જો વેળાસર રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર નીકળી જશે.

તાલુકા મુજબ સ્થિતિ
તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અંજાર1124
ભુજ1321513
ગાંધીધામ4155
લખપત0000
માંડવી1012
મુન્દ્રા0553
નખત્રાણા0662
કુલ19153429

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો