તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નાપાક એજન્સી દ્વારા 8 બોટ સાથે 34 માછીમારોનું અપહરણ કરાયું

નારાયણ સરોવર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
માછીમારની ફાઈલ તસવીર - Divya Bhaskar
માછીમારની ફાઈલ તસવીર
  • મંગળવારે 7 અને બુધવારે વધુ એક બોટ ઉઠાવી ગયા
  • માછીમારીની મોસમ શરૂ થતાં જ પાકિસ્તાને પોત પ્રકાશ્યું

અરબ સાગરમાં માછીમારીની મોસમ શરૂ થતા પાક મરીન કાઇક અટકચાળું કરશે તેવી શંકા એજન્સીઓને હતી ત્યાં મંગળવારે સાંજે આઇએમબીએલ પાસે એક સાથે સાત બોટ પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સી ઉઠાવી ગઇ હતી. તેનાથી સંતોષ ન માની બુધવારના સવારે પણ એક બોટ ઉઠાવી જતા કુલ આઠ બોટમાં સવાર 34 માછીમારોનું પાક અપહરણ કરી જવાયું હતું.

મંગળવારે સાત બોટ ઉઠાવી જવાઇ તે પોરબંદરની છે, બુધવારના સવારે અપહરણ કરાયું તે વેરાવળની છે. એક વર્ષ બાદ ફરી પાક મરીન સિક્યુરીટીનો આતંક નવી સીઝનની શરૂઆતમાં જ શરૂ થતા માછીમારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અરબ સાગરમાં માછીમારો માટે પાક મરીન માથાનો દુખાવો બનતું જાય છે.

માછીમારો પર ફાયરીંગ અને લૂંટફાટ એ મરીન સિક્યુરિટી એજન્સીની જુની આદત છે. 8 બોટો પાક મરીન પોતાના કયા બંદર પર લઇ ગયુ એ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, સુત્રોના કહેવા મુજબ તમામ બોટો કરાચી આસપાસના કોઇ બંદર પર લઇ ગયા હશે. માછીમારો પર પાક. જળસીમામાં પ્રવેશ કરવાનો ગુનો દાખલ કરવામાં આવશે. પાક મરીન અપહરણ ભારતની જળસીમામાંથી કરે છે અને બતાવે છે પોતાની જળસીમામાં પ્રવેશ કરાયો હતો તેવું. આઇએમબીએલ જળ સીમા નજદીઠ પાક. મરીન પોતાને મજબુત કરવામાં લાગી ગયું છે અને હાલમાં ચીન દ્વારા થોડાક સરસાધનો મળ્યા છે જેને લઇને નિર્દોષ ભારતીય માછીમારો પર આ વખતે વધુ જોર બતાવે તેવું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...