તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:કચ્છમાં કોરોનાના 34 કેસ: વધુ 1નું મોત, ભુજમાં નવ પોઝિટિવ

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સક્રિય 314 દર્દી
  • તંત્રનું પરોક્ષ રીતે 96 મોતને સમર્થન
  • શહેરોમાં 24 દર્દીમાં અંજાર-રાપરમાં 4-4, ગાંધીધામમાં 7 ભુજમાં સર્વાધિક 9
  • ગામડામાં 10નો ઉમેરો

કચ્છમાં બુધવારે કોરોનાથી એકનું મોત થયું છે. જોકે, તંત્રએ 40 પોઝિટિવ દર્દીઓની વિગતો છુપાવી છે, જેથી કચ્છમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 96 દર્દીના મોતને આડકતરી રીતે સમર્થન મળ્યું છે. બીજી તરફ જિલ્લામાં વધુ 34 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોમાં 24 અને ગામડાઓમાં 10 કેસ નોંધાયા છે. શહેરોના 24 કેસમાંથી અંજારમાં 4, ભુજમાં 9, ગાંધીધામમાં 7 અને રાપરમાં 4 કેસ છે. ગામડામાં 10 કેસમાંથી અબડાસા, ભચાઉ, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર તાલુકામાં 1-1, જ્યારે અંજાર, ભુજ તાલુકામાં 2-2 કેસ છે. બુધવારે વધુ 19 દર્દી સાજા થઈ ગયા છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 1690 પોઝિટિવ કેસમાંથી 1280 સાજા થઈ ગયા છે. પરંતુ, હજુ 314 પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે.

ખાનગી હોસ્પિટલની સ્થિતિ
ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ11
ભુજ સેન્ટ્રલ હોસ્પિટલ03
ભુજ જે. કે. હોસ્પિટલ03
કુલ17
તાલુકા મુજબ સ્થિતિ
તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અબડાસા00010102
અંજાર04020604
ભચાઉ00010100
ભુજ09021108
ગાંધીધામ07000701
લખપત00000000
માંડવી00010100
મુન્દ્રા00010100
નખત્રાણા00010100
રાપર04010500
કુલ24103419
નિશુલ્ક હોસ્પિટલમાં ખાલી બેડ
ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ18
અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ03
માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ20
ગાંધીધામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ05
ન્યૂ હરિઓમ ટ્રસ્ટ, ગાંધીધામ25
મુન્દ્રા એલાયન્સ હોસ્પિટલ10
આદિપુર હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ05
ગડા વાયબલ હોસ્પિટલ104
અબડાસા રાતા તળાવ15
મસ્કા એન્કરવાલા હોસ્પિટલ38
સી.એચ.સી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર200
કુલ443
અન્ય સમાચારો પણ છે...