તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ:ભુજ જિલ્લા પુસ્તકાલયમાં ફર્નિચર માટે ભાડાએ 3.28 લાખ ફાળવ્યા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજના જિલ્લા પુસ્તકાલયમાં જરૂરી ફર્નિચર, સાધનો વસાવવા માટે ભાડા દ્વારા 3.28 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.

તાજેતરમાં કલેક્ટર પ્રવીણા ડી.કે., મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાની અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન વાચકોએ કરેલી રજૂઆતને લક્ષમાં લેતાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા પુસ્તકાલયમાં વિવિધ ફર્નિચર અને સાધનો માટે અંદાજિત રૂ.3,28,000 સુધીની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય લેવાયો છે. જિલ્લા પુસ્તકાલય દ્વારા જરૂરિયાત મુજબ વાંચન માટે નવા ટેબલ, ખુરશીઓ, અલમીરાં, આર.ઓ. મશીન, બુક ટ્રોલી, પડેસ્ટેલ ફેન તથા ઓફિસ ટેબલ સહિતના આવશ્યક સાધનોની ખરીદી માટેના ઓર્ડર આપી દીધા છે. વાંચનાલાયમાં આવતા વાચકોને પ્રોત્સાહન આપવા માટે ખુટતી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરાયો છે.

ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટર ગુરવાનીએ કહ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર.ટી.ઓ. રિલોકેશનમાં અલાયદું વાંચન કેન્દ્ર રૂ.2.65 કરોડના ખર્ચે નિર્માણ પામશે અને જે પ્રોજેકટમાં હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં જરૂર પડ્યે જિલ્લા પુસ્તકાલયની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટેના પણ પ્રયત્નો કરાશે.

અન્ય સમાચારો પણ છે...