તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ઠગાઈ:ભાનાડા વાયુદળના અધિકારીના પિતા સાથે 3.16 લાખની ઓનલાઇન છેતરપીંડી

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોને ઠગવા માટે હવે ધુતારાઓએ ઓનલાઇનનો લીધો આશરો
 • મોબાઇલમાં નાણા રિચાર્જ કરાવવાનું કહીને ઠગે એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લીધા

નલિયા પાસેના ભાનાડા વાયુ સેના મથકમાં ફરજ બજાવતા સ્કવોડ્રન લીડરના પિતા સાથે મોબાઇલ ફોનના નાણા રીચાર્જ કરાવવાના નામે અજાણ્યા ગઠીયાએ 3.16 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. એરફોર્સ અધિકારી હેમંત બીષ્ટે અજાણ્યા ફોનકોલર સામે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

પોલીસમાં લખેલી ફરિયાદ અનુસાર તા. 7-3-21ના ફરિયાદીના પિતા ભુપાલસિંગને અજાણ્યા નંબર પરથી એરટેલ કંપનીના નામે મેસેજ આવ્યો હતો કે નાણા રીચાર્જ કરાવો નહીંતર સીમકાર્ડ બંધ થઇ જશે. ત્યારબાદ અજાણ્યા શખસે ફોન કરી મિનિમમ દસ રૂપિયાનુ઼ રીચાર્જ કરાવવા જણાવ્યું હતું જેથી ભૂપાલસિંગે આખા વર્ષના નાણાં એડવાન્સમાં ભરી દીધા હોવાની વાત કરતા આ ઠગે સ્કિમ અપગ્રેડ કરાવવાના બહાને રીચાર્જનો આગ્રહ રાખ્યો હતો. ભૂપાલસિંગે ઠગની વાતોમાં આવી રીચાર્જ કરતા તે શખ્સે ફોન ચાલુ રખાયો હતો અને તેમને એરટેલ લાઇટ અને એરટેલ સપોર્ટ નામના બે સોફ્ટવેર ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.

ભુપાલસિંગે આ સોફટવેર ડાઉનલોડ કર્યાની ગણતરીની મિનીટોમાં જ તેમના બે બેન્ક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન મારફતે 3.16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ઓનલાઇન છેતરપીંડીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે અજાણ્યા કોલરો ફોન કરીને લોટરી લાગી છે, એટીએમ કાર્ડ બંધ થઇ જાશે સહિતની અનેક વાતો કરીને લોકોને જાસ્સામાં લે છે અને છેતરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો