તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુન્દ્રામાંથી 19 લાખનો 31000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં હાટડા બંધ થયા બાદ પશ્ચિમ કચ્છમાં મીઠીનજરથી ચાલતા પોઇન્ટ પર દરોડો
  • સ્થાનિક પોલીસે બે ટેન્કર અને મશીનરી સમેત કુલ્લ 29.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મુન્દ્રા પંથકમાં સૂચિત રોડથી બિદડા સુધીનો પટ્ટો ગેરકાયદેસરના બાયોડીઝલની હેરફેર માટે સંવેદનશીલ ગણાય છે ત્યારે રાજય સરકારના અાદેશથી પૂર્વ કચ્છમાં ઠેર ઠેર ધમધમતા બાયોડિઝલના હાટડાઅો પર તવાઇ બોલાવાઇ હતી ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ પોલીસની મીઠી નજર તળે લાંબા સમયથી ચાલતા પોઇન્ટ પર સ્થાનિક પોલીસે સપાટો બોલવ્યો હતો. મુન્દ્રા પોર્ટ રોડ ખાતેથી 19 લાખ રૂ કિંમતનો 31000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, બે ટેંકર અને ઓઈલની હેરફેરમાં વપરાયેલ મશીનરી સમેત કુલ્લ 29.42 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મુન્દ્રા પોલીસે બાતમી અાધારે ન્યુ પોર્ટ રોડ સ્થિત બાબારામદેવ ધાબા પાછળ ઉભેલા બે ટેન્કરોની તપાસ હાથ ધરતા ટેન્કર નં જીજે-12 બીડબ્લ્યુ 8410માંથી 3000 લીટર (કિંમત 1.86 લાખ) અને જીજે-12 બીડબ્લ્યુ 3105માં 28000 લીટર (કિંમત 17.36 લાખ)નું પીડાસ પડતું બેઝ ઓઇલ મળી આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલકો પાસેથી બેઝ ઓઈલના પુરાવાઓ માંગતા કોઇ અાધાર પુરાવા ન હોતા પોલીસે એક ટેન્કર માંથી બીજામાં હેરફેર કરવા વપરાયેલ 20 હજારની મશીનરી ઉપરાંત 10 લાખના બે ટેન્કર મળી ફૂલ 29.42 લાખનો જથ્થો કબ્જે કરી સીઆરપીસીની ધારા 102 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટે હાલ બિલની તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી હજી કોઈ આરોપીની વિધિવત અટક કરાઈ ન હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના અાદેશથી કચ્છમાં ઠેર ઠેર ધમધમતા હાટડાઅો પર પોલીસે તવાઇ બોલાવી હતી, મોટાભાગે પૂર્વ કચ્છમાં ઠેર ઠેર હાટડા ધમધમતા હતા ત્યારે કડકછાપ ધરાવતા પોલીસ અધિક્ષક સાૈરભ સીંઘની ટીમના અમુક પલળેલા પોલીસ અધિકારી-કર્મચારીઅોની મીઠી નજર તળે ચાલતા પોઇન્ટ પર અંતે પોલીસે દરોડો પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...