તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રામપર સરવા ગામની 300 એકર જમીનને પિયતનો લાભ મળશે

નાના અંગિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં 35 લાખના ખર્ચે ડેમ-તળાવોનું ખાણેતરું કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકાના રામપર સરવામાં 35 લાખના ખર્ચે ડેમ, તળાવો ઉંડા કરાતા 300 અેકર જમીનને સિંચાઇનો લાભ મળશે. પાણીની જરૂરિયાત પૂરી કરવા, ભૂગર્ભ જળની સપાટી વધારવા માટે વરસાદી પાણી સંગ્રહ થકી જળ રિચાર્જની કામગીરી રામપર (સરવા)અે અાદરી છે. છેલ્લા ચારેક વર્ષમાં 25 જેટલા તળાવો, ડેમનું નિર્માણ અને ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરાતાં, તમામ જગ્યાએ મોટા પ્રમાણમાં લાખો લિટર પાણીનું સંગ્રહ થશે અને ભૂગર્ભ તળ ઉંચા આવશે. અંદાજિત ત્રીસેક લાખના ખર્ચે કરાતી આ પ્રવૃત્તિના કારણે ત્રણસો એકર જેટલી જમીનને ફાયદો થશે.

ગામના દાતા, જાગૃત ખેડૂતો અને જાગૃત નાગરિકોએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન સીમાડામાં અલગ અલગ 25 સ્થળોઅે વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ અને ડેમનું મોટાભાગે નિર્માણ કર્યું હતું. પાણીનો વધુને વધુ જળસંગ્રહ થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ કરાય છે.

ભૂગર્ભ પાણીના TDS માં પણ ઘણો સુધારો થવાથી પાકને ફાયદો થશે. આવનારા સમયમાં પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય તે માટે ગૌ સેવા સમિતિ, વિવિધ અગ્રણીઓ તેમજ દાતાઓના સહકારથી આ પ્રવૃત્તિ અવિરત ચાલુ રહેશે. કરસન પટેલ, રાજુભાઈ પટેલ, ગામના ખેડૂતો, સરપંચ વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...