ઉનાળાની અંગદઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો એસીમાં બેસવાનું અને વારેવારે આંખ પર પાણી છાંટી ટાઢક મેળવતા હોય છે,જોકે તબીબોના મતે આંખ પર પાણીની છાલક મારતી વખતે આંખ બંધ રાખવી જોઈએ અન્યથા તેનાથી આંસુનું લેયર સુકાઈ જાય છે અને તે ચાર કલાકે બને છે.
આ ઋતુમાં ગરમીને લીધે આંખ લાલ થવી કે ડ્રાય આઇ થતી હોવાનું લોકો માને છે પણ તેની પાછળ કમ્પ્યુટર અને એરકન્ડિશનનો વધુ ઉપયોગ પણ જવાબદાર છે. નિષ્ણાતોને મતે, આંખ ખુલ્લી રાખીને પાણીની છાલક મારવાથી આંખ પર રહેલું આંસુનું લેયર નીકળી જાય છે અને ફરીથી બનતા ચાર કલાક લાગે છે. જેથી ખુલ્લી આંખને બદલે પાંપણો બંધ રાખીને તેમજ પીવાના પાણીથી જ આંખો પર છાલક મારવી જોઇએ જે હિતાવહ છે.
ભુજના આંખ નિષ્ણાંત ડો. સંજય ઉપાધ્યાયથી વાત કરતા તેમણે જણાવ્યું કે, ગરમીમાં બહાર નીકળવું અને એસીમાં બેસી રહેવાના કારણે આંખ ડ્રાય થઈ જવી,લાલ પડવી, દુખાવો થવો,પ્રકાશ સહન ન થવો,જેવા કિસ્સા બનતા હોય છે હાલમાં ડ્રાય આઈના કેસોમાં 30 ટકા વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
મજૂરીકામ કે ફિલ્ડવર્ક સાથે સંકળાયેલા વ્યકિત આંખમાં ભરાયેલી ધૂળ-માટી દૂર કરવા માટે વારંવાર આંખમાં પાણીની છાલક મારતા હોય છે. જેનાથી ડ્રાય આઇની સમસ્યા થઇ શકે જેમાં દર્દીને આંખમાં આંસુનું લેયર બનતું નથી જેથી આવી પીડાઓથી બચવા વારંવાર આંખમાં પાણી ન નાખવું જોઈએ અને જો કોઈ સમસ્યા જણાય તો તબીબી સલાહ લેવી જોઈએ.
છાલક મારવાથી આંખમાંથી લુબ્રિકેશન નીકળી જાય
આંખમાં પાણીની છાલક મારવાથી આંસુનું એક આવરણ હોય છે, જે લુબ્રિકેશન તરીકે ઓળખાય છે તે નીકળી જાય છે અને આંખમાં કંઈક ખૂંચતું હોય તેવું લાગે છે તેમજ ડ્રાય આઇ બને છે.
આંખને રક્ષણ આપવા શુ કરશો ?
> તડકામાં બહાર નીકળતી વખતે સનગ્લાસ પહેરવા
> દિવસમાં 2 થી 3 વાર આંખો બંધ રાખી શુદ્ધ પાણીની છાલક મારવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.