તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવો ભેદભાવ કેમ ?:ભુજમાં 30 રૂા. ઓશિકા વેંચતા ધંધાર્થીને માસ્ક ન પહેરવાનો દંડ ન આપતા પોલીસ લઈ ગઈ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રીમંતો મોંઘીદાટ ગાડીઓમાં ધરાર માસ્ક નથી પહેરતા, તેના વિરુદ્ધ દંડકીય કાર્યવાહી નહીં

છેલ્લા સવા વર્ષમાં કચ્છમાં એકપણ રાજકીય અગ્રણીને માસ્ક ન પહેરવા સબબ દંડ નથી ફટકાર્યો, એવી નેતાઓની લાજ કાઢતી પોલીસ નાના અને ગરીબ લોકો પર કેવી સુરા બને છે તેનો વરવો કિસ્સો ભુજના વાણિયાવાડ વિસ્તારમાં જનતા ઘર સામે બન્યો. શનિવારે બપોરે નાનો ધંધાર્થી યુવાન શહેરભરમાં ફરીને ત્રીસ ત્રીસ રૂપિયામાં હવા ભરવાના ઓશિકા વેચતો હોય તે શાકભાજીની લારી પાસે ઊભો હતો.

પોલીસની જીપ આવી, નાળિયેર વિક્રેતા પાસે ગઈ અને ત્યારબાદ પોલીસકર્મી આ ધંધાર્થી પાસે જઇને માસ્ક ન પહેરવા બદલ દંડ આપવા કહ્યું, સાંજ સુધી માંડ પાંચસોનો વકરો કરતો હોય તેની પાસે એક હજાર ક્યાંથી નીકળે ? દંડની રકમ આપી ન શકતા તેને જીપમાં બેસાડી લઈ ગયા. જો કે, નજરે જોનારના કહેવા મુજબ પછી શું થયું તે ખબર નથી, પરંતુ વાત એ છે કે, જેઓ વીસથી ચાલીસ લાખની કારમાં ફરતા હોય કે બાઈક પર ખુલ્લેઆમ માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને દંડ નથી ફટકારતા, જ્યારે આવા નાના ધંધાર્થીને હેરાન કરવાનો મતલબ શું ?

એક આ પણ અધિકારી હતા, ગરીબને બોલાવી જમવાના પૈસા આપ્યા
ગત વર્ષે લોક ડાઉન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઇજીપી સુભાષભાઈ ત્રિવેદી રાઉન્ડ મારવા નીકળ્યા ત્યારે એ જ વાણિયાવાડ વિસ્તારમાં ભર બપોરે નાના ગરીબ ભાઈ બહેનને જોઈ તેમની ગાડી થંભાવી અને ઉતરી છોકરાને જમવા માટે પૈસા આપ્યા હતા. લોક ડાઉન સમયે પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, ત્યારે આ લાગણીશીલ અધિકારી સમયને સમજી ગરીબને મદદ કરી હતી, જે પોલીસ વિભાગનો બીજો રૂડો ચહેરો છે.

અન્ય સમાચારો પણ છે...