માંગ:30% વિકલાંગતા, 50 વર્ષથી વધુને પેન્શન આપો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકલાંગ સિનિયર સિટીઝનને STના પાસ આપવા માંગ

કચ્છના 50 વર્ષથી ઉપરના અને 30 ટકા વિકલાંગતા ધરાવતા પછાત વર્ગના લોકોને અેસ.ટી. પાસ અને પેન્શન અાપવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઅાત કરાઇ છે. જિલ્લામાં નબળા અને પછાત વર્ગના લોકોની સંખ્યા વિશેષ છે. હાલે સમાજ સુરક્ષા ખાતા દ્વારા 40 ટકા વિકલાંગતા ધરાવતા લોકોને અેસ.ટી. પાસ અાપવામાં અાવી રહ્યા છે. 30 ટકા વિલાંગતા ધરાવતા હોય અને જેમની ઉંમર 50 વર્ષથી વધુ હોય તેવા લોકો અા ઉંમરે કોઇ કામ કરી શકતા નથી.

જનરલ હોસ્પિટલના તબીબ દ્વારા જે લોકોને 30 ટકા વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર અપાયું છે તેવા 50 વર્ષથી ઉપરના લોકોને અેસ.ટી. બસમાં મફત મુસાફરી માટેના પાસ અપાય તેવી માંગ તેજ બની છે. જિલ્લામાં હાલે 500થી વધુ ઉદ્યોગો કાર્યરત છે, પરંતુ તેમાં ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતના લોકોને રોજગારી અપાતી નથી, જેથી અાવા ઉદ્યોગો દ્વારા કચ્છના 30 ટકા વિકલાંગતા ધરાવતા અને 50 વર્ષથી વધુ વયના લોકોને પેન્શન અાપવામાં અાવે તેવી માંગ સાથે લેખિત રજૂઅાત વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદરના પ્રમુખ ધારાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને કરી છે.

અન્ય સમાચારો પણ છે...