તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોટી ભુજપુર પાસેથી દેશી દારૂ લઇ જતા 3 પકડાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂની હેરાફેરીમાં ઝારખંડની કારનો ઉપયોગ - Divya Bhaskar
દારૂની હેરાફેરીમાં ઝારખંડની કારનો ઉપયોગ

મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે વાછડાદાદાના મંદિર પાસે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે વોચ ગોઠવી ઝારખંડની કારમાં દેશી દારૂ લઇ જતા મોટી ભુજપુરના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે મંગુભા જાડેજા પોતાની સફારી ગાડીમાં દેશી દારૂ ભરી માંડવીથી ભુજપુર આવી રહ્યો છે જેથી પોલીસે મોટી ભુજપુર ગામે વાછડાદાદાના મંદિર પાસે વોચ ગોઠવી જેએચ 09 કે 4450 નંબરની સફારી કારને પકડી લીધી હતી.

મંગુભા શીવુભા જાડેજા, હુશન ઇબ્રાહીમ કુંભાર અને નીર્ણયકુમાર ઉર્ફે સોનુ ધર્મેન્દ્રકુમારસિંહ ભુમીહાર (રહે. ત્રણેય મોટી ભુજપુર)વાળાને 148 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2960,સફારી કિંમત બે લાખ અને એક મોબાઇલ કિંમત 2000 મળી કુલ 2,04,960 રૂપિયાના જથ્થા સાથે પકડી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો