ધરતીકંપ:દુધઇમાં 3.2 સહિત પૂર્વ કચ્છમાં 3 આંચકા નોંધાયા

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુધઇમાં 3.2ની તીવ્રતાના આંચકા સાથે પૂર્વ કચ્છના રાપરમાં વધુ બે કંપન નોંધાયા હતા. કચ્છમાં નાના-મોટા આંચકાનો દોર જારી રહ્યો છે તેવામાં ગુરુવારે રાત્રે 11.7 વાગ્યે ભચાઉ તાલુકાના દુધઇમાં પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 7 કિ.મી.ના અંતરે 3.2ની તીવ્રતા સાથે ધરા ધણધણી હતી.

ગુરુવારના રાત્રે 2.53 કલાકે રાપરથી 25 કિ.મી. દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં 1.8 અને શુક્રવારના સવારે 9.55 કલાકે રાપરથી 15 કિ.મી.ના અંતરે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં 2ની તીવ્રતા સાથે કંપન અનુભવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...