તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:3 ખેડૂત પાસેથી એરંડા લઇ 27.80. લાખની છેતરપિંડી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાના અમરગઢમાં બનેલી ઘટના
  • ખેડૂતોને 15 દિની મહેલત પર પાક આપ્યો હતો

નખત્રાણાના અમરગઢ ગામે રહેતા ત્રણ ખેડુતે મંગવાણા ગામના બે ખેડુતોને 49429 કિલો એરંડાનો જથ્થો ઉધાર પર આપ્યો હતો, બંને જણા વિશ્વાસઘાત કરી 27.80 લાખ રૂપિયાની રકમ ન આપતા નખત્રાણા પોલીસ મથકે બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. નખત્રાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, નખત્રાણાના અમરગઢ ગામે રહેતા દિનેશ રતનશીભાઇ પટેલ (ઉ.વ.32)એ મંગવાણાના શૈલેષ નટવરલાલ નાકરાણી અને સુરેશ ભીમાભાઇ રબારી સામે 27,80,407 રૂપિયાની છેતરપિંડીની ફોજદારી નખત્રાણા પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદી પાસેથી 8,83,361 રૂપિયા તથા સાહેદ વાડીલાલ હંસરાજભાઇ પટેલ પાસેથી 10,88,368નો એરંડો, સુરેશભાઇ અંબાલાલ પટેલ પાસેથી 2,11,578 અને હકુમતસિંહ તુગાજી જાડેજા પાસેથી 5,76,812 રૂપિયાનો એરંડો લઇ પંદર દિવસની મહેલત લઇ રૂપિયા આપ્યા ન હતા.

શૈલેષ નાકરાણી સાથે ફોન પર વાતચીત મુજબ સુરેશ રબારી માણસો સાથે ખેતરે આવી એરંડો લઇ ગયા બાદ પંદર દિવસે પૈસા મળી જશે તેવી ત્રણેય ખેડુતોને વાત કરી હતી, બાદમાં પૈસા આપવા ટાણે ફોન સ્વિચ ઓફ કરી અને પૈસા ન આપી વિશ્વાસઘાત કરતા બંને સામે ફોજદારી નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...