ધરા ધ્રુજી:કચ્છ જિલ્લામાં 3 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો, માંડવીના ગઢશીસા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છના અંજાર અને વાગડ ફોલ્ટલાઈન બાદ નવા કેન્દ્ર બિંદુ ધરાવતા સ્થળે ભૂંકપનો આંચકો નોંધાયો

ભૂંકપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં આફ્ટરશોકનો સિલસિલો અવિરત રહેવા પામ્યો છે. ભૂંકપ ક્ષેત્રમાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા સરહદી જિલ્લામાં આજે નવા કેન્દ્રબિંદુ ધરાવતા સ્થળે ધરા ધ્રુજી ઉઠી હતી. માંડવી તાલુકાના ગઢશીસા ગામથી 14 કિલોમીટર દૂર આજે મંગળવારે બપોરે 12.5 મિનિટે 3ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક રિકટર સ્કેલ પર નોંધાયો હતો. નવા સ્થળે આવેલા આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હોવાનું ગ્રામજનોએ કહ્યું હતું.

કચ્છમાં લગાતાર આવતા ધરતીકંપના આંચકાઓ પેટાળમાં ઉર્જાનો સંચાર સતત થઈ રહ્યાના સંકેતો આપતા રહે છે. જોકે આ આફ્ટરશોકનો અનુભવ જૂજ લોકોને જ થઈ રહ્યો છે. તેમ છતાં આજે નવા સ્થળે આવેલા આંચકાથી લોકોમાં જરૂર ભયનો સંચાર પણ થયો છે.

અન્ય સમાચારો પણ છે...