તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીના પોલડીયામાં પવનચક્કીનું કામ બંધ કરાવા મુદે વિડીયો ઉતારનાર યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. જ્યારે ભુજ તાલુકાના ભારાપર ગામે આડા સબંધનું મનદુખ રાખીને બે વ્યક્તિએ મહિલાના માથામાં ધોકો માર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.દશરથસિંહ દિલુભા જાડેજા એ પોલડીયા ગામના પવનસિંહ સજુભા જાડેજા, ભરતસિંહ સજુભા જાડેજા અને ઈબ્રાહીમ ઓસમાણ સમેજા સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીનું પોલડીયાની સીમમાં પવનચક્કીનું કામ ચાલતું હતું તે દરમ્યાન આરોપીઓએ આવીને કામકાજ બંધ કરવાનું જણાવ્યું હતું.
ફરિયાદીએ આવેલા શખ્સોનો મોબાઈલમાં વીડિયો ઉતારતા ધકબુશટનો માર માર્યો હતો, ગઢશીશા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભારાપર રોડ પર રહેતી ફરિયાદી મહિલાની પુત્રવધુના સાથે આડા સબંધ રાખવાની ના કહેતા આરોપી પ્રેમિ બાબુલાલ આશા મહેશ્વરી અને ભીમજી આશા મહેશ્વરીએ ફરિયાદી મહિલા સાથે ઝઘડો કરીને ભીમજી આશા મહેશ્વારીએ ફરિયાદી મહિલાના માથા પર ધોકો મારી ઇજા પહોંચાડી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.