તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કચ્છમાં કોરોનાથી વધુ 3 મોત, નવા 161 સંક્રમિત, સારવાર હેઠળના દર્દીનો આંક 2448 પર પહોંચ્યો

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરોના 113માંથી ભુજમાં 38, ગાંધીધામમાં 27, માંડવીમાં 25, અંજારમાં 11, મુન્દ્રામાં 6, ભચાઉ, રાપરમાં 3-3 દર્દીઓ પોઝિટિવ
 • ગામડાના 48માંથી તાલુકા મુજબ ભુજમાં 14, રાપરમાં 11, નખત્રાણામાં 10, અંજાર, માંડવીમાં 5-5, અબડાસા, ભચાઉ, લખપતમાં 1-1 કેસ
 • ભુજમાં માત્ર 3 કલાકમાં બાઇકની ઉઠાંતરી

કચ્છમાં શનિવારે કોરોનાથી વધુ 3ના મોત જિલ્લા સરકારી વહીવટી ચોપડે ચડાવાયા છે. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ મોતનો અાંકડો 198 બતાવાયો છે. જ્યારે જિલ્લામાં વધુ 161 લોકો સંક્રમિત થયા છે, જેમાં શહેરોના 113માંથી ભુજમાં 38, ગાંધીધામમાં 27, માંડવીમાં 25, અંજારમાં 11, મુન્દ્રામાં 6, ભચાઉ, રાપરમાં 3-3 પોઝિટિવ કેસ છે. જે સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળનો અાંકડો 2448 ઉપર પહોંચી ગયો છે. જ્યારે ગામડાના 48માંથી તાલુકા મુજબ ભુજમાં 14, રાપરમાં 11, નખત્રાણામાં 10, અંજાર, માંડવીમાં 5-5, અબડાસા, ભચાઉ, લખપતમાં 1-1 પોઝિટિવ કેસ છે. જોકે, માત્ર 58 દર્દી સાજા પણ થયા છે. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 8339 પોઝિટિવમાંથી હજુ સુધી કુલ 5779 દર્દી સાજા થઈ ગયા છે. 17મી અેપ્રિલે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ જિલ્લા અારોગ્ય પ્રભારી સચિવઅે અધિકારીઅો અને લોક પ્રતિનિધિઅો જોડે બેઠક કરી હતી. જે બાદ તેમના ખોટા નિર્ણયોને કારણે કચ્છમાં અોક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશન, વેન્ટિલેટર, હોસ્પિટલમાં પથારીની અછત સર્જાઈ હતી, જેથી સંક્રમિત દર્દીઅો સારવારના અભાવે ટપોટપ મરવા લાગ્યા હતા. જેની પાછળ વ્યવસ્થાને અનુસરવાને બદલે લોક પ્રતિનિધિઅોઅે વિતરણ વ્યવસ્થા ઉપર કબજો જમાવી લીધાનું કારણ બહાર અાવ્યું છે. જે બાદ માધ્યમોઅે ભાંડાફોડ કરી હતી, જેથી લોકોમાં છાપ ખરડાઈ રહ્યાનું જાણીને ફરીથી સાચા અાંકડા છુપાવવાની રમત શરૂ કરી દેવાઈ છે.

રૂમ અેર અને અોક્સિજનવાળી 951 પથારી ખાલી
જિલ્લામાં સરકારી 889, ખાનગી 62 મળીને કુલ 951 રૂમ અેર અને અોક્સિજનવાળી પથારી ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.

ભુજ શહેર, તાલુકામાં વધુ 68 સ્થળો સીલ
ભુજ શહેર અને તાલુકાના વધુ 68 સ્થળો કોરોનાના પગલે સીલ કરાયા છે. તા.7 સુધી ભુજમાં ઓધવ એવેન્યૂ-2માં 3, દેવ-એવેન્યૂ 1, કેમ્પ એરિયા 3, શિવ પારસ સોસાયટી 2, જેષ્ઠાનગર 1, ભકિતપાર્ક 2, નવી ઉમેદનગર 8, ન્યૂ રેલવે કોલોની 6, હંગામી આવાસ 3, આશાપુરા સોસાયટી 5, આઇયાનગર 9, વનવિહાર સોસાયટી 4, વાલ્મીકિનગર 7, આર.ટી.ઓ. 4, જૂની રાવલવાડી 6, સંસ્કારનગર 4, સરદાર પટેલ નગર 1, ઓધવપાર્ક-2માં 4, મહાદેવનગર-1માં 1, વોકળા ફળિયા 5, ઓધવપાર્ક-3માં 1, શીવમ પાર્ક 4, એન.આર.આઇ.કોલોની 3, જયનગર 4, નવી ઉમેદનગર 8, હોસ્પિટલ રોડ 2, વાલદાસનગર 3, શિવકૃપાનગર 6, સહયોગનગર 4, ભાનુશાળીનગર 1, આશાપુરા સોસાયટી 4, વાલરામ રેસીડેન્સી 5, અંબિકા સોસાયટી 1, વાલરામનગર-2માં 8, તાલુકાના વડવારા 4, સુખપર 29, માનકુવા 21, માધાપર 23, કુકમા 6, મોટા બંદરા 5, મિરજાપર 11, મોખાણા 8 અને આણંદસરમાં 5 મકાન માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

ભુજ મુન્દ્રા રોડ પર આવેલી ચાની કેન્ટીની બાજુમાં પાર્ક કરેલી રૂપિયા 15 હજારની મોટર સાયકલની ચોરી થઇ જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ આરટીઓ રિલોકેશન મઘ્યે રહેતા અને મુન્દ્રા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ચાની કેબીન ચલાવતા રોબીનભાઇ અરવિંદભાઇ અજાણીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ શુક્રવારે સાંજે ચારથી સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીએ પોતાની ચાની કેબીન પાસે પાર્ક કરેલી મોટર સાયકલ કોઇ અજાણ્યો શખ્સ ચોરીને લઇ ગયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો