કચ્છ યુનિવર્સિટીમાં વારંવાર જૂથવાદને કારણે ઉચ્ચકક્ષાઅે થતી ફરિયાદ બાદ તપાસ સમિતિઅો અાવતી હોય છે. થોડા દિવસ પૂર્વે જ ભરતી સંદર્ભે મહિલા સભ્યઅે નિવેદનો લીધા હતા. બુધવારે સવારે પી.અેચ.ડી.ની પરીક્ષા નિતી-નિયમોના ઉલ્લંઘન કરી યોજાવાની હતી તે અંગેની ફરિયાદ અનુસંધાને ગાંધીનગરથી ત્રણ સભ્યો કચ્છ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા.
થોડા સમય પૂર્વે પી.અેચ.ડી.ની પરીક્ષા યોજાવાની હતી, બાદમાં કચ્છ યુનિવર્સિટીઅે પરીક્ષા મોકૂફ રાખવામાં અાવી હોવાની જાહેરાત કરી હતી. જે-તે સમયે જુથવાદ સક્રિય થતા ઉચ્ચકક્ષાઅે ફરિયાદ કરવામાં અાવી હતી કે, કચ્છ યુનિવર્સિટી દ્વારા નિતી-નિયમોને નેવે મૂકીને પરીક્ષાનું અાયોજન કરાઇ રહ્યું છે જેથી ઉચ્ચકક્ષાઅેથી પરીક્ષા મોકુફ રાખવાનો અાદેશ થયો હતો. જે-તે સમયે થયેલી ફરિયાદને અનુસંધાને બુધવારે સવારે ગાંધીનગરથી ત્રણ સભ્યોની ટીમ કચ્છ યુનિવર્સિટીમાં પહોંચી હતી. યુનિ.ના વી.સી. દ્વારા બે સમિતિઅો બનાવાઇ છે, જેમાં દરેક વિભાગના વડાનો સમાવેશ કરાયો છે.
તપાસ સમિતિના સભ્યોઅે દરેક વિભાગના વડાની પુછપરછ હાથ ધરી હતી. બીજી તરફ, અેક વાત અેવી પણ સામે અાવી હતી કે પી.અેચ.ડી.ની ગાઇડશીપ અાપવામાં અાવી છે તેમાં પણ નિયમોનો ઉલ્લંઘન કરાયો છે. કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટાર જી. અેમ. બુટાણીઅે જણાવ્યું હતું કે, પી.અેચ.ડી.ની. પરીક્ષા મોકુફ રાખવામાં અાવી ત્યારે ઉચ્ચકક્ષાઅે ફરિયાદ થઇ હતી જેની તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ અાવી છે અને તમામ વિભાગીય વડાઅોની પુછપાછ હાથ ધરી હતી. તો પીઅેચડીના ગાઇડશીપ નિતી-નિયમ અને લાયકાત વગર અપાઇ હોવાની વાતનો છેદ ઉડાળતા કહ્યું હતું કે તમામ યુનિવર્સિટીઅોમાં જે નિયમ છે તે નિયમને અાધારે જ કચ્છ યુનિવર્સિટીમાં ગાઇડશીપ અાપવામાં અાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.