તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નલિયા માર્ગે વિભાપર પાટીયા પાસે ટ્રેલર-કાર વચ્ચે અકસ્માત, 3ના મોત

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારમાં સવાર બાળક સહિત અન્ય ત્રણને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
 • નલિયા એરફોર્સથી ભુજ આવતી કારમાં જમાઇ, સાસુ, સાળીએ દમ તોડયો

ભુજથી નલિયા માર્ગે વિભાપર પાટીયા પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત રવિવારે સાંજે થયો હતો. ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો અને જેમાં એક પુરુષ અને મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો અન્ય 50 વર્ષીય વૃદ્ધા, બાળક અને પરિણિતાને સારવાર માટે108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં વધુ એકનું મોત નિપજયું હતું.

સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, નલિયા એરફોર્સથી ભુજ તરફ આવી રહેલી કાર નંબર જીજે 12 ઇઇ 6795 વાળી કાર સામેથી આવી રહેલા ટ્રેલર નંબર જીજે 12 બીવાય 5436 સાથે ધડાકાભેર અથડાઇ હતી. કારમાં સવાર આશિષ રસ્તોગી અને દિપ્તબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

તો કારમાં સવાર નીતાબેન શર્મા, 10 વર્ષિય બાળક શ્રેયાંશ અને વર્ણીકાબેનને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં નીતાબેનનું મોત નિપજતા મૃત્યું આંક ત્રણ પર પહોંચ્યો હતો. કાર અને ટ્રેઇલર વચ્ચેના અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. નખત્રાણા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

મૃતક આશિષ નલિયા એરફોર્સમાં ફરજ બજાવે છે અને મુળ યુપીના વતની હોવાનું જાણવા મળ્યું હતું, તો મૃતક પોતાની બલેનો કારથી સાસુ નીતાબેન શર્મા અને સાળી દિપ્તીબેનને ભુજ મુકવા માટે આવી રહ્યા હતા.

મનફરા પાસે બાઇક સ્લીપ થતાં દંપતિ કેનાલમાં ખાબક્યું, પત્નીએ જીવ ગુમાવ્યો
ગાંધીધામ : કડોલ ગામે રહેતા મહેશભાઇ ઢીલા અને તેમના પત્ની 22 વર્ષીય નીતાબેન મહેશભાઇ ઢીલા મનફરાથી કડોલ તરફ બાઇક લઇને નર્મદા કેનાલ પાસેના રોડ પર જઇ રહ્યા હતા ત્યારે બપોરે 1 વાગ્યાના અરસામાં મનફરા કડોલ વચ્ચે તેમનું બાઇક સ્લીપ થતાં બાઇક સહિત દંપતિ કેનાલના પાણીમાં ગરકાવ થયું હતું જેમાં પતિ મહેશભાઇને સહારો મળી જતાં આબાદ બચાવ થયો હતો પરંતુ પત્ની નીતાબેન પાણીમાં ગરકાવ થયા હતા. ગ્રામજનોએ કરેલી શોધખોળબાદ નીતાબેનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ભચાઉ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી.
ભચાઉના આધેડ સયાજીનગરીમાંથી પડી જતાં મોત
ગાંધીધામ : ભચાઉ તાલુકાના વોંધ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમા઼ મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં ભચાઉ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે જઇ મૃતદેહ પીએમ માટે મોકલાવ્યો હતોલ. ત્યારબાદ પ્રાથમિક મળેલી વિગતો મુજબ પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહ ભચાઉ રહેતા 50 વર્ષીય મહેન્દ્રભાઇ દાનાભાઇ મોર (પટેલ) નો હોવાનું જાણવા મળ્યું હતું. અને સયાજીનગરી ટ્રેનમાંથી પડી જતાં તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામમાં અજાણ્યા વાહન અડફેટે યુવાનનું મોત
ગાંધીધામ : કાર્ગો ઝૂંપડપટ્ટીના યાદવનગરમાં રહેતા 31 વર્ષીય રમેશ સોમાભાઇ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 45 વર્ષીય મોટો ભાઇ પ્રવિણ ઉર્ફે પારસ અમદાવાદ ગયા હતા ત્યાંથી ગત રાત્રે ગાંધીધામ પરત આવી ગાંધીધામથી કંડલા તરફ ઘરે જઇ રહ્યા હતા ત્યારે રેલ્વે સ્ટેશન સામેના બ્રીજ ઉપર પૂરપાટ આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં તેમને માથામાં, મોઢા ઉપર, ખભા ઉપર અને કોણીના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી જેને કારણે તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ઉભો પણ રહ્યો ન હતો. તેના વીરુધ્ધ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો