તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નખત્રાણાના વિભાપર ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત

ભૂજ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નલિયા એરફોર્સથી ભુજ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડ્યો

પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના વિભાપર ગામ નજીક નલિયા ભૂજ ધોરીમાર્ગ પર આજે રવિવારે બપોરે 4.15 કલાકે નલિયા એરફોર્સથી ભૂજ તરફ જઈ રહેલી કાર ન. જી.જે.12 ee 6795 વાળી સામેથી ધસમસતા આવતા ટ્રેલર ન. જી.જે.12 by 5436 સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારની અંદર સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા ઇજાગ્રસ્તોને ભુજની જુ.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં વધુ એક મહિલાનું મોત થયાનું જાણવા મળ્યું હતું.

માર્ગ આકસ્માતની આ કરુણ ઘટના આજે રવિવારે નખત્રાણાથી અંદાજિત 25 કિ.મિ. દૂર વિભાપર ગામ નજીક બનવા પામી હતી. જેમાં મળતી પ્રાથમિક માહિતી મુજબ કાર નલિયા એરફોર્સમાંથી આવતી હતી. જેમાં સવાર ત્રણના મૃત્યુ થયાં છે જ્યારે બે જેટલા વ્યક્તિઓની ગંભીર હાલતમાં સારવાર ચાલુ છે. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો તો સામેનું ટ્રેલર પણ માર્ગ આડે ફંગોળાઈ ગયું હતું.

અકસ્માતના પગલે માર્ગ પર લોકોની ભીડ એકત્ર થઇ જવા પામી હતી અને 108 ટીમ અને નખત્રાણા પીલીસના મુકેશભાઈ સાધુ સહિતના સ્ટાફના લોકો દ્વારા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી ભૂજ સારવાર માટે ખસેડવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો