વિવાદ:નખત્રાણામાં સામાન્ય મુદ્દે યુવાનો વચ્ચે ધોકાથી મારામારી થતા 3 ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કોર્પીયો કાર સળગાવી દસ લાખનું કર્યું નુકશાન
  • પોલીસ મથકમાં બન્ને ​​​​​​​પક્ષની ફરિયાદ પરથી 6 શખ્સો વિરૂધ નોંધાયો ગુનો

નખત્રાણાના નવા નગર ખાતે સામાન્ય મુદ્દે બે યુવાનોના જુથ વચ્ચે ધોકાથી મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ યુવકો ઘાયલ થયા હતા. અને સ્કોર્પીયો કાર સળગાવી દઇ નુકશાન પહોંચાડતા નખત્રાણા પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદ પરથી 6 શખ્સ વિરૂધ ગુનો નોંધ્યો હતો. મુળ વેડહારના હાલ નખત્રાણા હરસિધ્ધિનગરમાં રહેતા 24 વર્ષીય પ્રવીણસિંહ શેરસિંહ સોઢા (ઉ.વ.24)એ આરોપી આરોપી અજય સિંહ કાનસિંહ સોઢા, અશોકસિંહ જટુભા જાડેજા, સરી સલમાન કુંભાર, મહાવીરસિંહ બહાદુરસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ નવા નગર બસ સ્ટેશન પાસે રોયલ હોટલ નજીક રવિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી અજયસિંહએ ફરિયાદીને કહ્યું કે, તમારામાં હોશિયારી બહુ છે તેમ કહીને અશોકસિંહ ફરિયાદીને ધોકા વડે હાથ-પગમાં માર માર્યો હતો. જ્યારે સરી કુંભારને ફરિયાદીને કટ્ટાથી માર મારી ઇજા પહોંચાડીને અન્ય બે આરોપીઓએ સાથે મળી ગાળા ગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે પ્રતિ ફરિયાદમાં અજય સિંહ કાનસિંહ સોઢા (ઉ.વ.23) મુળ રહે વહાર હાલે હરસિધ્ધિનગર નખત્રાણાએ આરોપી પ્રવીણસિંહ શેરસિંહ સોઢા અને કાભા સરવૈયા વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે, તમારામાં પાવર બહુ વધી ગયો છે.

તેમ કહીને ફરિયાદી તથા અશોકસિંહ, સરીફ, અને મહાવીરસિંહ ને માર માર્યો હતો. તેમજ સરને પીઠના ભાગે બચકું ભરીને ઇજા પહોંચાડી હતી. તથા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને સ્કોર્પીયો કારમાં આગ લગાડી રૂપિયા 10 લાખનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નખત્રાણા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી 6 આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...