રાહતના સમાચાર:કચ્છમાં ઓમિક્રોનના પ્રથમ પોઝિટિવ દર્દી સહિત 3 ને કરાયા ડિસ્ચાર્જ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના બાડા ગામે વધુ એક પુરૂષ ઓમિક્રોન સંક્રમિત,કુલ કેસની સંખ્યા 5 થઈ

કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ઓમિક્રોન વેરીએન્ટની દહેશતે લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે,સરકાર દ્વારા ઓમિક્રોનનો ફેલાવો અટકાવવા માટે વિવિધ નિયંત્રણો લગાવવામાં આવ્યા છે તેમ છતાં ભારતમાં અને કચ્છમાં આ વેરીએન્ટના કેસો નોંધાઇ રહ્યા છે.ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ગામોમાં ઓમિક્રોનનો કેસ આવ્યા બાદ ભારે ચિંતા પ્રસરી ગઈ છે જોકે આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે,જિલ્લામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા પ્રથમ કોડકીના દર્દી સહિત ત્રણ વ્યક્તિઓ નવા ઓમિક્રોન વાયરસ સામે જંગ જીત્યા છે જેમાં કોડકી,બળદિયા અને માધાપરના દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. પોઝિટિવ આવેલા દર્દીઓના સાત દિવસ બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયા હતા. જે રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઇ છે.

દરમ્યાન શનિવારે માંડવી તાલુકાના બાડા ગામે કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે.હાઇરિસ્ક દેશનો પ્રવાસ કરીને પરત ફરેલા પુરુષ દર્દી ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સ્પષ્ટ થયું છે.હાલમાં બાડા અને માધાપરના 1 - 1 દર્દી ઓમિક્રોનની સારવાર લઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ ભુજ તાલુકામાં ઓમિક્રોનના 4 કેસ નોંધાઈ ચૂક્યાં છે.અત્યારસુધી કુલ કેસની સંખ્યા 5 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...