ક્રાઇમ:મોટી ઉનડોઠમાં જુગાર રમતા 3 ખેલી પકડાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીના મોટી ઉનડોઠ ગામે જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા 3 ખેલીને 10,300ની રોકડ તેમજ 6 હજારની કિંમતના 2 મોબાઇલ સહિત 16,300ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી ગયા હતા જ્યારે ત્રણ નાસી ગયા હતા. મોટી ઉનડોઠમાં ઘાસના ડેપો પાછળ જાહેરમાં ધાણી પાસાનો જગાર રમતા ભારૂ ખેરાજ ગઢવી, માણેક ખેરાજ ગઢવી, હીરાલાલ વેરશી મહેશ્વરી સહિત ત્રણ જણાને ગઢશીશા પોલીસે 10,300ની રોકડ તેમજ 6 હજારની કિંમતના 2 મોબાઇલ સહિત 16,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા જ્યારે આમદા કાસમ રાજા, સામરા માણશી ગઢવી, પાલુ ગઢવી નામના શખ્સો નાસી ગયા હતા. પોલીસે તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...