તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પશ્ચિમ કચ્છ LCBના 3 કર્મચારીઓમાં રાત્રી ડ્યુટીને મુદે છુટા હાથની મારા મારી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાને પગલે દોડી આવેલા પીએસઆઇએ મામલો શાંત પાડ્યો

પશ્ચિમ કચ્છ એલસીબીમાં સોમવારે નાઇટ ડ્યુટીને લઇ ત્રણ કર્મચારીઓ વચ્ચે છુટા હાથની મારા મારી થઇ હતી. ડખો વધી જતાં કચેરીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ સોમવાર રાત્રે અગ્યાર વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો જેમાં નાઇટ ડ્યુટીને કારણે ત્રણ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ અંદર છૂટાહાથની મારામારી થઇ હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીના કર્મચારી હરદેવસિંહ ગોહિલ, દીપસિંહ સોઢા અને મહિપાલસિંહ જાડેજા આમને સામને આવી ગયા હતા.

ત્રણેય કર્મચારી એક મેકને લાકડીથી મારવા પર ઉતરી આવ્યા હતા. જેમાં હરદેવસિંહ ગોહિલ નામના કર્મચારીને ઇજા પહોંચી હતી. કર્મચારી વચ્ચેના ડખાને લઇ કચેરીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા એલસીબીના ઇન્ચાર્જ પી.એસ.આઇ ગોહિલ દોડી આવ્યા હતા. કર્મચારીઓને સમાજાવી મામલો શાંત પાડ્યો હતો.

પોલીસ દ્વારા મથાકુટનો સ્વીકાર જો કે, હાથાપાઇનો ઇન્કાર
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓમાં નાઇટ રાઉન્ડને લઇને થયેલા ડખા અંગેની ઘટનામાં પોલીસ દ્વારા સ્પસ્ટતા કરાઇ છે. કે, બનાવમાં નાઇટ ડ્યુટીને લઇ કર્મચારીઓ વચ્ચે માથાકુટ થઇ હતી. પરંતુ કોઇપણ જાતની હાથાપાઇ કે લાકડાના ધોકાથી મારા મારી બનાવ બન્યો ન હતો. અને કોઇ કર્મચારી લોહીલૂહાણ થયેલ નથી. તેવું યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...