પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરીની ઘટનાઅો રોજબરોજ સામે અાવી રહી છે ત્યારે ગતસપ્તાહે કેબલ ચોરીનો જથ્થો લઇને ભુજ અાવી રહેલા 7 ઇસમોને અેલસીબીઅે દબોચી લીધા હતા. તો હવે પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ભુજના વાત્રા સીમની કેબલ ચોરીમાં નાના વરનોરાના ત્રણ ઇસમોને ભાગબટાઇ કરતી વેળાઅે લોડાઇની સીમમાંથી દબોચી લીધા હતા.
વાત્રા ગામની સીમમાં ઇલેકટ્રીક થાંભલામાંથી અેલ્યુમિનિયમના વાયરોની ચોરીના પૈસાની ભાગબટાઇ કરવા માટે ત્રણ ઇસમો લોડાઇ ગામની સીમમાં ભેગા થયા છે તેવી બાતમી અાધારે અેલસીબીની ટુકડીઅે અભુભખર જુસબ ગગડા, સહેજાદ જુસબ મેર અને સુલતાન સુમાર મેર (રહે. ત્રણેય નાના વરનોરા)વાળાને પકડયા હતા. ત્રણેયના કબજામાંથી મળેલા 30 હજાર અંગે પુછપરછ કરતા ભાંગી પડયા હતા.
ત્રણેય જણા વીસેક દિવસ પૂર્વે નાના વરનોરા ગામથી બોલેરો પીકઅપ લઇ વાત્રા ગામની સીમમાં ઇલેકટ્રીક વાયરો લગાડવાનું કામ ચાલુ હતુ ત્યારે થાંભલા ઉપરથી ઇલેકટ્રીક વાયરો કેચી-અારી વડે કાપી ચોરી કરી હતી. ભુજ મધ્યે ભખર કુંભાર નામના ભંગારના વેપારીઅે અા જથ્થો વેંચી માર્યો હતો. અા રૂપિયા તે ચોરીના વેંચાયેલા વાયરમાં મળેલા છે તેવી કેફીયત અાપી હતી. પોલીસે ભખર કુંભાર (રહે. ભુજ)વાળાની ધરપકડ કરવા ચક્રોગતીમાન કરી ત્રીસ હજાર રોકડ કબજે કરી હતી.
દેશલપર પાસે પકડાયેલી બોલેરોનો ઉપયોગ થયો
ગત સપ્તાહે અેલસીબીની ટુકડીઅે દેશલપર પાસેથી સાત શખ્સોને ચાર લાખના ચોરીના વાયર, બોલેરો અને અાઇસર ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જીજે 12 બીવાય 2301 નંબરની જે બોલેરો પકડી હતી, તે બોલેરો અા વાત્રા ગામની સીમમાં ચોરીમાં ઉપયોગ થઇ હોવાનું અારોપીઅોઅે કબુલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.