તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:કોઠારાના શીત કેન્દ્ર ખાતે દૂધમાં 60 લાખનું કૌભાંડ કરનાર 3ની ધરપકડ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા એક દિવસના રિમાન્ડ

કચ્છની જાણીતી સરહદ ડેરીના અલગ અલગ દૂધ કેન્દ્રો આવેલ છે. જે પૈકી કોઠારા શીત કેન્દ્ર મધ્યે દૂધની ફેટમાં અને જથ્થામાં ગત 2018 દરમિયાન રૂપિયા 60,07,592 જેટલી માતબર રકમનું કૌભાન્ડ આચરનારા મોટા કરોડીયા દૂધ ઉત્પાદન મંડળીના સંચાલક અને કોઠારા કનેકશન સેન્ટરના બે કર્મચારીઓ વિરૂધ સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.

આદીપુર ખાતે રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી સરહદ ડેરી કચ્છ જિલ્લામાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નીરવ નવીનગીરી ગુસાઇએ અબડાસા તાલુકાના મોટા કરોડીયાના ધીરેન્દ્ર સામતસિંહ ગઢવી, કોઠારા કનેકશન સેન્ટરના શકતાભાઇ જેરામભાઇ પટેલ અને રાજેશ ઉકાભાઇ સોલંકી સહિત ત્રણ આરોપીઓ વિરૂધ સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજ ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ સાથે મળીને 2018ના વર્ષમાં કૌભાંડ આચર્યું હતું. કોઠારા શીત કેન્દ્ર સાથે 40 દૂધ મંડળીઓ સંકળાયેલી છે. દૂધ મંડળીઓ દ્વારા દૂધમાં ફેટ ઓછી દર્શાવાતી હોવાની અને દૂધના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદો આવતાં ફરિયાદી ફરિયાદી સહિત ડેરીના ત્રણ અધિકારીએ ગત 17નવેમ્બર 2018ના કોઠારા શીત કેન્દ્ર ખાતે ધસી જઇને સીસીટીવી કેમેરા તેમજ કર્મચારીઓની તપાસ કરતાં સમગ્ર કૌભાન્ડ બહાર આવ્યું હતું.

જેથી ત્યારે મોટા કરોડીયા દુધ ઉત્પાદન મંડળીના સંચાલક ગઢવીએ દૂધ લઈને આવતા વાહનને એક્સિડેન્ટ થતાં દૂધ ઢોળાઈ ગયું હોવાનું બહાનું કર્યું હતું. અકસ્માત સ્થળની મુલાકાત લેતાં ત્યાં કોઈ વાહન નહોતું અને સ્થળ પર પુષ્કળ પાણી ભરેલાં દૂધના 11 કેન આડા પાડી દૂધ ઢોળાયું હોવાનું તરકટ રચાયું હતું. આમ આરોપીઓએ અંગત લાભ મેળવવા તથા સંસ્થાને નુકશાન કરવાના ઇરાદે મંડળીને મદદરૂપ થઈ અને અન્ય મંડળી અને પશુપાલકોને નુકશાન પહોચાડી અંદાજે રૂપિયા 60.07 લાખ કૌભાન્ડ આચરતાં આરોપીઓ વિરૂધ ભુજ સી.આઈ.ડી. ક્રાઇમ, બોર્ડર ઝોન પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવાતાં સીઆઇડી ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...